તવાઇ:128 લારીઓમાંથી પાણીપૂરીનું 485 લિટર પાણી ઢોળી દેવાયું, 114 કિલો વાસી બટાકા અને ચણા પણ ફેંકી દેવાયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફુડ વિભાગે પાણી પૂરી વાળાને ત્યાં ચેકીંગ કરી વાસી બટાકાનો નાશ કર્યો. - Divya Bhaskar
ફુડ વિભાગે પાણી પૂરી વાળાને ત્યાં ચેકીંગ કરી વાસી બટાકાનો નાશ કર્યો.
  • પાણીજન્ય રોગચાળા વચ્ચે ફૂડ વિભાગનું ચેકિંગ

શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે ત્યારે પાલિકાના ફુડ વિભાગે સપાટો બોલાવીને પાણીપુરીની 128 લારીઓમાંથી 485 લીટર પાણી અને 114 કિલો બટાકા,ચણા ફેંકાવી દીધા હતાં. ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે સુરસાગર તળાવ, જયુબેલીબાગ, ઉમા ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, નિઝામપુરા કમાટીબાગ જય અંબે નગર વાઘોડિયા રોડ સહિત વિસ્તારની પાણી પુરીનું વેચાણ કરતી 128 તેમજ અન્ય ખાદ્ય ચીજોની લારી,12 ઉત્પાદકો અને 2 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.

મોટાભાગની લારીઓમાં પાણીપુરીનું પાણી પીવાલાયક ન હોવાનું તો બટાકા અને ચણા ખાવા લાયક ન હોવાનો ભાંડો ફૂટયો હતો. જેથી 485 લીટર પાણીપુરીનું પાણી અને વાસી બટાકા ચણા નો 114 કિલો જથ્થો ફેંકાવી દીધો હતો.એટલું જ નહીં કલર ની બે બોટલ મળતાં સ્થળ પર જ નાશ કરાયો હતો. તેમજ પાણી, બટાકા,ચણાના નમૂના લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...