તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે પહેલીવાર રેકોર્ડબ્રેક 400ને પાર થઇને 403 પોઝિટિવ, વધુ 2 દર્દીના મોત, કુલ કેસઃ31,902 થયા

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફરજ પરના ખાસ અધિકારી(OSD) વિનોદ રાવે ગુરૂવારે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
ફરજ પરના ખાસ અધિકારી(OSD) વિનોદ રાવે ગુરૂવારે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી
 • વડોદરા શહેરમાં સત્તાવાર મૃત્યુઆંક 260 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે કોરોનાના વધુ રેકોર્ડબ્રેક 403 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 31,902 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 2 દર્દીના મૃત્યુ સાથે સત્તાવાર મૃત્યુઆંક 262 પર પહોંચ્યો છે. આજે વધુ 227 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,270 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3370 એક્ટિવ કેસ પૈકી 179 દર્દી ઓક્સિજન ઉપર અને 115 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 3076 દર્દીની હાલત સ્થિર છે..

પાયોનિયર હોસ્પિટલમાં કામની પ્રગતિની સમીક્ષા કરી
ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવે વડોદરાની પાયોનિયર હોસ્પિટલમાં કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. લગભગ 280 બેડ ક્ષમતાની સામે 170 બેડ ખાલી છે. વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે. 20 હજાર લિટર લિક્વિડ ઓક્સિજન ટેન્કના સ્થાપન માટેની કામગીરી શરૂ થઈ ગઇ છે. આગામી 3 દિવસમાં 150 ઓક્સિજન બેડ ઉમેરવામાં આવશે. આગામી 7 દિવસમાં આઈઓસીએલના સમર્થનથી કુલ 750 બેડ કેમ્પસ બનાવવામાં આવશે.

વડોદરામાં ફરજ પરના ખાસ અધિકારી(OSD) વિનોદ રાવે ગુરૂવારે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ડોક્ટરો, નર્સો, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, વોર્ડ બોય્ઝ અને સિક્યુરિટી ગાર્ડ્સની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને શિસ્ત જોવા મળી હતી. હાલ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આજે સવાર સુધીમાં કુલ 1258 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 31,499 પર પહોંચી ગયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 31,499 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 260 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 28,043 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3196 એક્ટિવ કેસ પૈકી 174 દર્દી ઓક્સિજન ઉપર અને 112 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2910 દર્દીની હાલત સ્થિર છે..

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8853 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 31,902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4931, પશ્ચિમ ઝોનમાં 5652, ઉત્તર ઝોનમાં 6386, દક્ષિણ ઝોનમાં 6044, વડોદરા ગ્રામ્યમાં 8853 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
બાપોદ, પાણીગેટ કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, ફતેપુરા, નવાયાર્ડ, નવીધરતી સમા, શિયાબાગ, એકતાનગર, ગાજરવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, દંતેશ્વર, મકરપુરા, માણેજા, મકરપુરા, તાંદલજા, તરસાલી, વડસર, અટલાદરા, ગોરવા, ગોકુલનગર સુભાનપુરા
ગ્રામ્ય: પાદરા, બાજવા, રણોલી, ડભાસા, ધાયજ, ડભોઇ, કોયલી, ઉંડેરા, સોખડા ખુર્દ, વરણામા, વાઘોડિયા, કણજટ, ગુગલીયાપુરા, સાયર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો