તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન બાદ નવી સમસ્યા:ધો.11માં અસલી માર્કશીટ - LC વિના જ પ્રવેશ કાર્યવાહી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ કેમ્પમાં અનામત કેટેગરીની માત્ર 46 અરજી

ધો.11માં પ્રવેશ અને એલસી મુદ્દે સ્પષ્ટતાના અભાવે સ્કૂલ સંચાલકોએ મૂંઝવણમાં મૂકાયા છે. ધો.10ની ઓરિજિનલ માર્કશીટ અપાઇ નથી, જેના કારણે એલસી અાપી શકાય નહિ. જોકે એલસી વગર શાળાઓએ પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ધોરણ 10નું પરિણામ 2 અઠવાડિયાં પહેલાં જાહેર કરાયું હતું.

ત્યારબાદ શાળાઓએ કામચલાઉ માર્કશીટને આધારે ધો -11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ધો.10ની ઓરિજિનલ માર્કશીટ અપાયા બાદ એલસી આપી શકાય છે. હજુ સુધી બોર્ડ દ્વારા ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવી નથી. બીજી તરફ શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11 સાયન્સ પ્રવાહમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રવેશ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં માત્ર 46 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...