આર્ટ વર્કશોપ:સીબીએસઈ દ્વારા ચિત્રમ આર્ટ વર્કશોપ અને સ્પર્ધાનું આયોજન, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE) દ્વારા 2 દિવસીય ચિત્રમ આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો હેતુ બાળકોને કલાના વિવિધ રૂપથી વાફેક કરવાનો છે.

સીબીએસઈ તરફથી આ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે શિક્ષકો માટે વર્કશોપ અને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. વર્કશોપ અને સ્પર્ધા બંને વર્ચ્યુઅલી યોજાશે. શિક્ષકો માટે 8 એપ્રિલના રોજ વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં દેશના જાણીતા કલાકારો ભાગ લેશે જેઓ શિક્ષકોને આર્ટની જાણકારી આપશે.

આ ઉપરાંત 9 એપ્રિલના રોજ શિક્ષકો આર્ટ સ્પર્ધાનું આયોજન થશે. જેમાં ધો-5 અને 6 ના વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઈફ, ધો-7 અને 8 ના વિદ્યાર્થીઓ લેન્ડસ્કેપ તેમજ ધો-9 થી 11 ના વિદ્યાર્થીઓ ઍબ્સ્ટ્રેક્ટ આર્ટમાં ભાગ લેશે. કોઈપણ સીબીએસઈ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ વર્કશોપ અને સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...