ગરબા પર GSTનો વિરોધ:આયોજકોએ કહ્યું - આ પહેલી વખત GST લદાયો છે; યુનાઇટેડ વેની સાઇટ પર હજુ ટેક્સ લેવાય છે!

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામ કલ્ચરલ ઇવેન્ટમાં એન્ટ્રી ફી પર 2017થી ટેક્સ હોવાના જિતુ વાઘાણીના દાવાથી વિપરીત નિવેદન
  • વડોદરાના યુનાઇટેડ વેની સાઇટ પર અત્યારે પણ 18 ટકા GST લેવાય છે
  • લોકોના વિરોધ પછી ભાજપના ધારાસભ્ય સરકારને રજૂઆત કરશે

ગરબા રમવા પર 18 ટકા જીએસટી મુદ્દે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા દાવાથી વિપરિત દાવો ગરબાના આયોજકોએ કર્યો છે. વાઘાણીએ કહ્યું હતું કે, તમામ કલ્ચરલ ઇવેન્ટની એન્ટ્રી ફી પર 2017થી ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે ગરબા આયોજકોનો દાવો છે કે, ગરબા રમવા પર પહેલી જ વખત 18 ટકા જીએસટી લદાયો છે. વડોદરાના યુનાઇટેડ વેની સાઇટ પર બુકિંગ માટે અત્યારે પણ 18 ટકા જીએસટી લેવાય છે. ગરબા રમવા પર પહેલીવાર ટેક્સ સામે લોકોના ભારે વિરોધ પછી ભાજપના કેટલાક ધારાસભ્યો ગરબા પર ટેક્સ અંગે સરકારમાં રજૂઆત કરવાના છે.

અત્યાર સુધી ગરબા પર કોઈ ટેક્સ નહતો
ગરબાના પાસ પર ચાલુ વર્ષે પહેલી વખત 18 ટકા જીએસટી લાગ્યો છે. આ પહેલાં ગરબાના એન્ટ્રી પાસ પર કોઈ જ જીએસટી લાગતો ન હતો. અમે પાસ નથી વેચતા, અમે ડોનેશન લઈએ છીએ. જ્યારે અમે સરકારના નિયમોનું પાલન કરીએ છીએ. - મિનેશ પટેલ, યુનાઈટેડ વે, વડોદરા

અમે ખેલૈયા પાસેથી GST નહીં લઈએ
પહેલી વખત ગરબા રમવાના પાસ પર જીએસટી ચાર્જ લાગ્યો છે. પરંતુ હવે અમે ખેલૈયાઓ પાસેથી જીએસટીનો ચાર્જ નહીં લઈએ. જે ટેક્સ ભરવાનો થશે તે અમે જાતે ભરી દઈશું. ફરાસખાના સહિતના વેન્ડરની સર્વિસ પરનો જીએસટી પણ આયોજકો ભરે છે. - મયંક પટેલ, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ

ફ્રી એન્ટ્રીની પરંપરા ચાલુ જ રાખીશું
અમે છેલ્લા 22 વર્ષથી ગરબામાં એન્ટ્રી ફ્રી રાખી છે. માતાજીના ગરબા એ મા શક્તિની આરાધના છે, મા અંબેની આરાધના છે. એટલે તેમાં રૂપિયા ના હોય. સંસ્કૃતિને જાળવી રાખવા અમે પ્રયત્ન કરી રહ્યા છે. અમે ખેલૈયા પાસેથી કોઈ જીએસટી નહીં વસૂલીએ. - જયેશ ઠક્કર, મા શક્તિ ગરબા

અન્ય સમાચારો પણ છે...