અંગદાન:આદિવાસી સમાજમાં પહેલીવાર અંગદાન, 3ને નવજીવન મળશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના આધેડના અંગોનું દાન, અકસ્માતની ઘટના બાદ આધેડને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા

રાજ્યમાં આદીવાસી સમાજમાં પહેલીવાર અંગદાન કરવામાં આવ્યું છે. સોમવારે રાત્રે ઝઘડિયા પાસે આધેડનો અકસ્માત થતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ડોક્ટરના કાઉન્સેલીંગ બાદ પરિવારે અંગદાન કરવાનું નક્કી કરતાં આંખ, હૃદય, કિડની અને ફેફસાનું દાન કરવામાં આવ્યું હતુ. ઝઘડિયાના 51 વર્ષીય ચંદ્રકાંત ભાઈ ભાઈલાલભાઈ તડવીનો સોમવારે રાતે ઝઘડીયા જીઆઈડીસી પાસે અકસ્માત થયો હતો.

હોસ્પિટલના તબીબોએ પરિવારને અંગ દાન વિશે સમજાવ્યુ હતુ અને તેમનુ કાઉન્સેલિંગકરાતા તેમની પત્ની અને સંતાને અંગદાન માટે સહમતિ આપી હતી. ચંદ્રકાંત ભાઈની આંખ, હૃદય, કિડની અને ફેફસાનું દાન કર્યું હતું. જે ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ ખાતે મોકલવામાં આવશે. આ દાનથી 3 વ્યક્તિઓને જીવન દાન મળશે.ઝઘડિયાના ચંદ્રકાંતભાઈ ભરૂચ ખાતે સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. એકદમ સામાન્ય પરિવાર હોવા છતાં બંને બાળકો ભણવા હતા. તેમની મોટી દિકરી ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો હતો અને તેમનો પુત્ર મનન નવમા ધોરણનો અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...