વિરોધ:300 હેલ્થ વર્કરને 2 વર્ષના ગાળામાં જ બદલીના ઓર્ડર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં ઓર્ડર ન આપ્યા,હવે બદલી
  • પાલિકામાં આવેદન આપ્યું : ઉકેલની બાંહેધરી

કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 300 જેટલા મલ્ટીપલ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર ને 2 વર્ષના ટૂંકા ગાળામાં બદલીનો ઓર્ડર થતાં સોમવારે તમામ કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

મ્યુનિ. કમિશનર હાજર ન હોવાથી કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલને રજૂઆત કરતાં તેમણે કર્મચારીઓને ફરજિયાત બદલીની જગ્યાએ હાજર થવા આદેશ કર્યો હતો. ત્યારબાદ તેમના પ્રશ્નો ઉકેલ આવશે તેવું જણાવી રવાના કરતા બપોરે 2:30 વાગ્યા સુધી ભર તડકામાં કર્મચારીઓ કોર્પોરેશનના ગેટની બહાર કમિશનરની રાહ જોતા ઊભા રહ્યા હતા.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કોરોના મહામારી દરમિયાન તબક્કાવાર પેરામેડિકલ સ્ટાફની ભરતી કરી ઓર્ડર આપ્યા વિના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ પર તૈનાત કર્યા હતા. બે વર્ષ બાદ આ કર્મચારીઓને આપવામાં આવેલા એપોઇન્ટમેન્ટ લેટર તેઓ જે તે સ્થળ પર ફરજ બજાવે છે તેને બદલે 10 થી 12 કિલોમીટર દૂર અર્બન હેલ્થ સેન્ટરના આપી દીધા હતા. જેને પગલે તમામ કર્મચારીઓએ વિરોધ કર્યો હતો.

વહીવટના ભાગરૂપે બદલી થઇ છે
વહીવટના ભાગરૂપે બદલી થઇ છે. જો કર્મચારીઓને યોગ્ય રજૂઆત થશે તો તેમને ઉકેલ પણ લાવી આપવામાં આવશે, પરંતુ હડતાલ યોગ્ય નથી. > ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

અન્ય સમાચારો પણ છે...