આદેશ:કર્મીઓના પગારના હિસાબો રજૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોત્રી- SSGના કોન્ટ્રાકટના કર્મીઓના પગારનો મુદો

ગોત્રી અને એસએસજી, જમનાબાઇ, મેન્ટલ હોસ્પિટલ સહિત જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 25 જેટલી કેડરમાં કામ કરતાં  2,000 વધુ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પગારોમાં અનિયમિતતા ઉપરાંત પૂરતો પગાર અપાતો નથી જેવા મુદ્દે કામદારોએ ગત અઠવાડિયે બંને હોસ્પિટલોમાં દેખાવો કર્યા બાદ આજે પ્રાદેશિક વિભાગીય નિયામક ડો. આર પાઠકજી  દ્વારા નાકરાણી-સોલંકી કંપનીઓને હિસાબો એક્સેલ શીટમાં રજૂ કરવાનો આદેશ અપાયો હતો.

કોન્ટ્રાક્ટર કંપનીને આદેશ કરાયો હતો કે તેમણે દરેક કર્મચારીનો કેડર મુજબનો પગાર, તેમને અપાતા મોંઘવારી ભથ્થા, ઇપીએફ કપાત, સરકારી ટેક્સ, એજન્સી ચાર્જ સહિતની માહિતી એક્સેલ શીટમાં મંગળવાર સાંજ સુધીમાં સબમિટ કરવી. આ ઉપરાંત શ્રમઆયુક્તના વખતોવખતના ઠરાવો મુજબ પગારો ચુકવવામાં આવ્યાં છે કે નહીં તેની પણ માહિતી આપવાનું કહેવાયું છે. આ વિશે કામદાર નેતા અશ્વિન સોલંકીએ જણાવ્યું કે, ‘જે એક્સેલ શીટ આ કંપનીઓ રજૂ કરે છે તેવી જુદી જુદી 3 એક્સેલ શીટ છે. હવે આ કવાયત બાદ શું થાય છે તે જોવાનું રહ્યું. અમારી તો હાઇકોર્ટ સુધી લડતની તૈયારી છે જ.’

અન્ય સમાચારો પણ છે...