તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બિચ્છુ ગેંગના 15 ગુંડાઓને 5 જેલમાં મોકલવા આદેશ; બોડિયાના વધુ 3 સાગરીત પકડાયા,14 દિવસના રિમાન્ડ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાબેથી શહારૂખ અબ્દુલ હબીબ પઠાણ, અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ, સુલતાન ઉર્ફે તાન સત્તારભાઇ મીરાશી - Divya Bhaskar
ડાબેથી શહારૂખ અબ્દુલ હબીબ પઠાણ, અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ, સુલતાન ઉર્ફે તાન સત્તારભાઇ મીરાશી
 • એક જેલમાં ગેંગના સભ્યો રહે તો અથડામણની સંભાવના વ્યક્ત કરાઇ
 • આરોપીઅોને કાયદાકીય સલાહ કોણ પૂરી પાડી રહ્યું છે? તેની તપાસ થશે

ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલો બિચ્છુ ગેંગનો સુત્રધાર નામચીન અસલમ બોડિયો ઝડપાઇ ગયા બાદ તેના વધુ ત્રણ સાગરીતને પોલીસે ગઇકાલે ઝડપી પાડ્યાં હતા. અાજે અા ત્રણે અારોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં અાવતાં ન્યાયાધીશે તમામ અારોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે અા બનાવમાં અગાઉ ઝડપાયેલા 15 અારોપીઅોના રિમાન્ડ પુરા થતાં અા તમામ અારોપીઅોને અલગ અલગ પાંચ જિલ્લાની જેલમાં મોકલી અાપવાનો અાદેશ કર્યો હતો.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે બિચ્છુ ગેંગના ત્રણ ફરાર અારોપીઅો અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ, શહારૂખ અબ્દુલ હબીબ પઠાણ અને સુલતાન ઉર્ફે તાન સત્તારભાઇ મીરાશીને યાકુતપુરા વિસ્તાર તેમજ અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યાં હતા. અાજે અા તમામ અારોપીઅોને અદાલત સમક્ષ રજૂ કરવામાં અાવતાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાઅે રજૂઅાત કરી હતી કે, બનાવમાં સંડોવાયેલા છ અારોપીઅો હજી ફરાર છે. અારોપીઅોને નિયમીત કાયદાકીય સલાહ કોણ અાપે છે ? તેની તપાસ કરવાની છે. ન્યાયાધીશે ત્રણે અારોપીઅોના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા મુજબ ગુસીટોક હેઠલ બિચ્છુ ગેંગના કુલ 26 અારોપીઅો સામે ગુનો દાખલ કરવામાં અાવ્યાં બાદ અત્યાર સુધીમાં કુલ 20 અારોપીઅોની ધરપકડ કરવામાં અાવી છે. જે પૈકી 15 અારોપીઅોના રિમાન્ડ પુરા થતાં અલગ અલગ જિલ્લા જેલમાં મોકલી અાપવામાં અાવ્યાં છે.

બોડિયાની મિલકતો અને ભાગીદારો અંગે તપાસ
બિચ્છુ ગેંગના 15 ગુંડાઓને રાજયની અલગ અલગ જેલમાં મોકલી અપાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ હવે અસલમ બોડિયા તરફ તેજ બની છે. 15 દિવસના રિમાન્ડ પર રહેલાં અસલમ બોડીયાની ઉડી પુછપરછ કરી તેની મિલકતો, જમીનો, રોકાણો અને બેંક ખાતાની તમામ વિગતો મેળવવાની કસરત તપાસ અધિકારી એસીપી ડી.એસ.ચૌહાણ દ્વારા શરુ કરાઇ છે. અસલમ બોડિયાના ભાગીદારો કોણ છે તથા કોના નામે વાહનો અને મિલકતો વસાવેલી છે તેની તપાસ કરવાની સાથે અન્ય ફરાર 6 આરોપીઓની શોધખોળ પણ શરુ કરાઇ છે જેમાં અસલમ બોડિયાનો ખાસ ગણાતો મુન્ના તડબુચનો પણ સમાવેશ થાય છે.બંનેના અન્ય સાગરીતો કોણ છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

ખંડણીખોર ગેંગના 15 ગુંડાને કઇ જેલમાં ધકેલાયા
વડોદરા મધ્યસ્થ જેલ

 • મહંમદ તોસીફ ઉર્ફે બલ્લુ અબ્દુલમજીદ શેખ
 • ઇરશાદઅલી ઉર્ફે ખલી ઇમ્તીયાઝઅલી સૈયદ
 • મહંમદ સાજી ઉર્ફે કટાર રફીકભાઇ શેખ
 • મહંમદહનીફ ઉર્ફે અન્નુમીયા અલાઉદ્દીન શેખ
 • અરૂણ પ્રકાશ ખારવા
 • મહંમદ ઇરશાદ ઉર્ફે હીરો વારીસઅલી શેખ

છોટાઉદેપુર સબ જેલ

 • રમઝાન ઉર્ફે કાલીયો ઉર્ફે દાઢી છોટુમીયા સિંધી
 • તાૈસીફ ઉર્ફે ભુરીયો સબ્બીરહુસેન મલેક

સુરત મધ્યસ્થ જેલ

 • મહંમદ નદીમ ઉર્ફે ભોલુ દાઢી ગુલામદસ્તગીરી સિંધી
 • મોઇન ઉર્ફે બકરી ઉર્ફે બાપુ સિરાજમીયા સૈયદ
 • અતીક સબદરહુસેન મલેક

ભરૂચ સબ જેલ

 • સુલતાન ઉર્ફે ટીપુ યુસુફમીયા શેખ
 • મહંમદ ઇશાક ઉર્ફે લાલા મહંમદ સિદ્દીક ઉર્ફે સાદીક દુધવાલા

ગોધરા સબ જેલ

 • હનીફખાન ઉર્ફે બાટલો ઝહીરખાન પઠાણ
 • અશરફખાન બશીરખાન પઠાણ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો