તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રણુની જમીન મુદ્દે ઇપ્કા લેબના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા આદેશ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ખેતીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યાની ફરિયાદની કમિટીમાં સુનાવણી
 • પ્રાંત અધિકારીના અહેવાલને પગલે કાર્યવાહી કરવા પોલીસને જાણ કરાઇ

રણુની જમીનમાં ગેરકાયદે કબજો કરનાર ખાનગી કંપની વિરૂધ્ધ મૂળ માલિકો દ્વારા કલેક્ટર કચેરીમાં અરજી કરતા 6 ફેબ્રુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મળેલી બેઠકમાં કંપનીના સચાલકો વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા જણાવાયું છે.

રણુ બાપુજીની ખડકીમાં રહેતા હિરલ પટેલ અને મિતેશ સોલંકી (રહે-ન્યુ સમા વડોદરા) એ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઈપ્કા લેબોરેટરીઝ પ્રા.લી કંપનીના ચેરમેન અને ડાયરેક્ટર વિરૂધ્ધ અરજી કરી છે. અરજદાર હિરલ પટેલ અને મિતેશ સોલંકીએ આક્ષેપ કર્યાં છે કે, પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલી રી-સર્વે નંબર 1367 વાળી ખેતીની જમીન તેઓએ ખરીદી હતી. પરંતું મેસર્સ ઈપ્કા લેબોરેટરીઝ પ્રા.લીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રેમચંદ ગોધા સહિતનાએ મની-મસલ્સ અને રાજકીય વગ વાપરીને અરજદારોની ખેતીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હોવાના આક્ષેપ છે. અરજદારોનું કહેવું છે કે, કંપનીએ તેમની ખેતીની જમીનમાં ખેતીકામ કરવા પણ રોક લગાવી દીધી છે. જ્યારે આ અંગે અરજદારોએ કલેક્ટર કચેરીમાં 30 ડિસેમ્બર 2020ના રોજ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી દાખલ કરાવી હતી.

બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાં 6 ફેબ્રુઆરીના રોજ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ મળેલી મીટીંગમાં ઉપરોક્ત અરજીની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મેસર્સ ઈપ્કા લેબોરેટરીઝ પ્રા.લી કંપની પાસે કોઈ પણ આધાર પુરાવા નથી,જે આધાર પુરાવા છે જેમાં બે બાનાખત રજૂ કર્યા છે. જે બાનાખત કરી લેનાર ભાઈલાલભાઈ પટેલ છે. કંપની એ કોઈ પણ બાનાખત સીધી રીતે મુળ ખેડૂત ખાતેદારો પાસેથી કરેલું નથી.

આ જમીન ઉપર ગેરકાયદે કબજો કરનાર મેસર્સ ઈપ્કા લેબોરેટરીઝ પ્રા.લી પાસે કોઈ પણ કરાર કે લખાણ મુળ ખેડૂત ખાતેદારો દ્વારા કરી આપવામાં આવ્યું નથી. તેમ છતા બિન અધિકૃત રીતે કબજો કરી ખેડૂતોને ખેતી કામ કરતા અટકાવવામાં આવેલા છે અને ગેરકાયદે કબજો કર્યો હોવાનું બહાર આવ્યું હોવાનું કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકને વડોદરા ગ્રામ્યના પ્રાંત અધિકારી દ્વારા રજુ અહેવાલોના આધારે લેન્ડ ગ્રેબિંગનો કેસ બનતો હોવાથી મેસર્સ ઈપ્કા લેબોરેટરીઝ પ્રા.લીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો