તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:રિપીટરની પરીક્ષા મુદ્દે કેન્દ્રોમાં સીસીટીવી ચકાસવાનો આદેશ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.10ના 17 હજાર,ધો.12ના 5 હજાર છાત્ર પરીક્ષા આપશે
  • શહેર અને જિલ્લાનાં કુલ 128 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે

ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઇથી લેવાનારી ધો.10-12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઇને પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની ચકાસણી કરવા બોર્ડે આદેશ કર્યો છે. પરીક્ષા દરમિયાન ફૂટેજમાં વીડિયોની સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ રાખવું પડશે. શહેર-જિલ્લાના 128 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જેમાં ધો.10ના 17 હજાર અને ધો. 12ના 5 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા 99 કેન્દ્રો અને 838 બ્લોક પર યોજાશે જયારે ધોરણ 12 ના 29 કેન્દ્રો પર 275 બ્લોક પર પરીક્ષા યોજાશે.

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઇને સીડી વ્યૂઇંગ તેમજ કોપી કેસની કામગીરી કરવા સૂચના અપાઈ છે. પરીક્ષામાં સીસીટીવી ફૂટેજની કામગીરી અસરકરાક રીતે કરવા બોર્ડ દ્વારા ડીઇઓ કચેરીને સૂચના અપાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોય, સીસીટીવી કાર્યરત હોય તથા ઓડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. ફૂટેજ પણ સ્પષ્ટ હોવું જોઇએ અને સમગ્ર બ્લોકને આવરી લે તે રીતે કેમેરાના એન્ગલ ગોઠવવાના રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. જો કેમેરા ચાલુ હાલતમાં ન હોય અથવા તો ખામી હોય તો પરીક્ષા અગાઉ કેમેરા રીપેર કે રિપ્લેસ કરવા અંગેની પણ કાર્યવાહી કરવાની રહશે.

અન્ય સમાચારો પણ છે...