તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:બુલેટ ટ્રેનના10 કર્મી પોઝિટિવ 50%ને વર્ક ફ્રોમ હોમનો આદેશ

વડોદરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અલકાપુરી સ્થિત ઓફિસમાં કોરોનાનો પગપેસારો

અલકાપુરીમાં આવેલી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની ઓફિસમાં કોરોના પોઝિટિવ કર્મચારીઓને પગલે ચિંતાનો માહોલ ઉભો થયો છે. બુલેટ ટ્રેન ઓફિસના અંદાજે 45 જેટલા કર્મચારીઓ પૈકી તબક્કાવાર 10 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવી ચૂક્યા છે.

જ્યારે હાલમાં બે કર્મચારીઓ પોઝિટિવ હોવાનું જણાતા 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે જોકે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પૂરું કરવાનું હોવાને પગલે તેમજ ગત વર્ષે પણ લોકડાઉન માં ટેન્ડર પ્રક્રિયા સહિતના કામ આ અંગે વિલંબ થયો હોવાથી ઓફિસ બંધ કરવામાં આવી નથી તેમ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. જોકે બિન સત્તાવાર સૂત્રો મુજબ 45 પૈકી 25 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવી ચૂક્યા છે.

ગોત્રી હોસ્પિટલમાં 500 દર્દીનો ભરાવો, 137 વધારાના તબીબોને ડ્યૂટી સોંપાઇ
કોરોનાના વધતા દર્દીઓની સાથે ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો આંક 500ને વટાવી દીધો છે. કોરોના ઓએસડી ડો. વિનોદ રાવ સહિતની કમિટીએ અસરકારક વ્યવસ્થાપન માટે 9 તબીબોને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ તબીબો ઓઅેસડીને રિપોર્ટિંગ કરશે. આ ઉપરાંત હોસ્પિટલમાં 137 રેસિડેન્ટ તબીબો આવી જતાં તેમને પણ કોરોનાની ડ્યુટિ સોંપવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાં ગોત્રીમાં 250 નવા બેડ પૈકીના 125 બેડને વેન્ટિલેટર બેડ ઊભા કરવામાં આવ્યાં છે. બે દિવસમાં એસએસજીમાં પણ વધારાની 250 બેડ ઊભા કરવાનું આયોજન છે.

દાખલ થવા નવું નોટિફિકેશન

સરકારી હોસ્પિટલોમાં વૃદ્ધો, કો-મોર્બિડ, હાંફ ચઢતા દર્દીને અગ્રતા
કોરોના હોસ્પિટલોના બેડ ઝડપથી ભરાઇ રહ્યાં છે. ત્યારે તંત્ર સમક્ષ કોને દાખલ કરવા અને ન કરવા તેના વિશે સમસ્યા સર્જાઇ રહી છે.જેને લઇને તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવા માટેના ક્રાઇટેરિયા નોટિફિકેશન કરીને જાહેર કરવામાં આવ્યાં છે. આ પ્રોટોકોલ મુજબ 60 વર્ષથી વધુ વયના દર્દીઓ, કોમોર્બિડ અને હાંફ ચઢતા દર્દીઓને અગ્રતાક્રમ અપાશે. શુક્રવારે ખાનગી હોસ્પિટલો માટે ક્રાઇટેરિયા નક્કી કરાશે.

આવા દર્દીને પ્રાથમિકતા

 • 94 ટકાથી ઓક્સિજન ઓછો હોય, શ્વાસ ચઢતો હોય
 • 3 દિવસથી સતત તાવ આવતો હોય
 • શ્વાસોચ્છવાસ એક મિનિટમાં 20થી વધુ હોય
 • બીપી 100થી ઓછું હોય
 • હાર્ટરેટ 100થી વધુ, ડી-ડાયમર ટેસ્ટ 1000થી વધુ,
 • સી-રિએક્ટિવ પ્રોટીન 25થી વધુ હોય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો