પોલીસબેડામાં બદલાવ:શહેર પોલીસના 6 પીઆઇની આંતરિક બદલીનો આદેશ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસબેડામાં બદલાવ

વિધાનસભાની ચુંટણી આવે એ પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ આવી રહી છે એવા સમયે શહેર પોલીસના 6 પીઆઇની બદલીઓ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. શનિવારે 6 પીઆઇની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જેમાં ગોત્રીના પીઆઇ વી.આર. વાણીયાને મકરપુરા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

તાજેતરમાં એક કેસમાં મકરપુરા પીઆઇ વિવાદમાં આવતા તેઓ સહિત અનેકને સસ્પેન્ડ કરી અન્યને ચાર્જ સોંપાયો હતો. જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજવતા કેટલાક પીઆઇ વારંવાર વિવાદમાં આવે છે. એ પૈકી 6 પીઆઇની બદલીમાં પાંચ પીઆઇને એક પોલીસ મથકમાંથી અન્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

જ્યારે એમ.કે. ગુર્જરને લિવ રીઝવ પોલીસ કંટ્રોલ રૂમમાંથી ગોત્રી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. તો માંજલપૂર પોલીસ મથકના પીઆઇને ગતરાત્રે ગણેશ વિસર્જન સમયે થયેલો વિવાદ નડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...