• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Order Of District Registrar To Keep The Administrator Intact In Case Of Corruption In Shri Navnath Co operative Housing Society Of Vadodara

સોસાયટીનો વિવાદ:વડોદરાની શ્રી નવનાથ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભ્રષ્ટાચારના મામલે વહીવટદારને યથાવત રાખવા જિલ્લા રજીસ્ટ્રારનો હુકમ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરાના ગોત્રી રોડ પર આવેલી શ્રી નવનાથ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયોટીમાં સભાસદો દ્વારા વહીવટમાં ગંભીર ક્ષતિઓ સાથે ભષ્ટ્રાચાર થઇ રહ્યો હોવાના પુરાવા રજૂ કરીને વડોદરા જિલ્લા રજીસ્ટ્રારમાં જાગૃત સભાસદો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણને વડોદરા જિલ્લા રજીસ્ટ્રારે ગંભીરથી લેતા એક વર્ષ પહેલા સોસાયટીનાં વહીવટ માટે કસ્ટોડિયન નિમવામાં આવ્યા હતા. જે વહીવટદારને યથાવત રાખવા વડોદરા જિલ્લા રજીસ્ટ્રારેહુકમ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, સોસાયટીનાં સભાસદો ડો. તુષાર જોષી, પ્રણવ લાડ, ગોપાલ ત્રિવેદી, કૌષિક વ્યાસ દ્વારા વડોદરા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીને લેખિતમાં રજુઆત કરી હતી કે, હાલમાં સોસાયટીમાં ચૂંટણીની કોઇ જરૂરીયાત નથી. સોસાયટીનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ સેક્રટરી મનસ્વી રીતે સોસાયટીનો વહીવટ ચલાવતા હતા અને સોસાયટીનાં સભાસદોને તેમના વહીવટને લઇને ભારે અસંતોષ હતો.

સોસાયટીનાં જવાબદાર હોદેદાર સોહમ વ્યાસ અને સતીષ પંડ્યાનાં ગેરવહીવટની અનેક ફરિયાદો સામે આવી છે, જેમાં વ્યવસ્થાપક કમિટિમાં સભાસદોની સહીઓ કરાવી પાછળથી ઠરાવો લખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 3 વર્ષમાં બિનજરૂરી, ગેરકાયદેસર ખર્ચાઓ કરવામાં આવ્યાનાં પણ ગભીર આરોપો પણ છે. સભાસદો સાથે અંગત વેરભાવ રાખી હેરાન કરવાના ગંભીર આરોપો પણ સભાસદો દ્વારા વડોદરા જિલ્લા રજીસ્ટ્રારને કરવામાં આવ્યા હતા. આ મામલે સોહમ વ્યાસ તથા સતીષ પંડ્યાએ જણાવ્યું હતું કે તેમની સામેના આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. ઊલટાનું તેમણે જ આ મામલે તપાસ કરવા અરજી કરેલી છે.

સભાસદોની રજૂઆતને વડોદરા જિલ્લા રજીસ્ટ્રારે ગંભીરતાથી લીધી હતી અને એક વર્ષનાં કસ્ટોડીનના વહીવટ બાદ આગળના વહીવટ માટે જિલ્લા રજીસ્ટ્રારે શ્રી નવનાથનગર કો ઓપ હો , સોસાયટીમાં વહીવટદારની નિમણૂંકને યથાવત રાખવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...