આગાહી:શહેરમાં ઓરેન્જ એલર્ટ, પારો 43.6 ડિગ્રી થતાં લોકો શેકાયા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા
  • 11 કિમીની ઝડપે ગરમ પવનો ફૂંકાતાં અંગ દઝાડતી લૂનો અનુભવ થયો

ગરમીએ તમામ રેકર્ડ તોડ્યા છે. રોજ ગરમીનો પારો વધી રહ્યો છે. રવિવારે મે મહિનાનું સોથી વધુ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, જેથી અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ઓરેન્જ એલર્ટ પર પહોંચી ગયેલા તાપમાનના પગલે બપોરના સમયે લોકોએ કામ સિવાય ઘરોની બહાર નીકળવાનું ટાળ્યું હતું. એપ્રિલમાં 29મી તારીખે પણ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરમાં 2004માં સર્વાધિક 46. 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શહેરમાં રવિવારે લઘુતમ તાપમાનનો પારો 26.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 62 ટકા અને સાંજે 23 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1000.9 મિલીબાર્સ નોંધાયું હતું. પવનની ગતિ 11 કિમીની ઝડપે નોંધાઇ હતી, જેના કારણે ગરમ પવનોથી ટુ-વ્હીલર ચાલકો પરેશાન થયા હતા.

સોમવારે વાદળછાયું વાતાવરણ રહે તો પારો નજીવો ઘટશે નહિ તો યલો અથવા ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સોમવારે પણ પારો 42 કે 43 ડિગ્રી નોંધાઇ તેવી શક્યતા છે.

કેટલા તાપમાને કયું એલર્ટ?
41.1 ડિગ્રીથી 43 ડિગ્રી સુધી યલો એલર્ટ
43.1 થી 44.9 ડિગ્રી સુધી ઓરેન્જ એલર્ટ
45 ડિગ્રીથી વધારે રેડ એલર્ટ

અન્ય સમાચારો પણ છે...