રજૂઆત:હેલ્મેટના કાયદાના પાલન અંગે વેપાર વિકાસ એસોસિયેશનનો વિરોધ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે

વડોદરા પોલીસ દ્વારા 15 દિવસ માટે હેલ્મેટના કાયદાના કડક પાલન કરાવવા ચલાવવામાં આવનાર ડ્રાઈવ આ અંગે શહેરના વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સરકારનો આ દંડ નો કોરડો ગરીબ અને મધ્યમ વર્ગ ની પ્રજા માટે ખૂબ જ ગંભીર અસર ઊભી કરશે તેમ વેપાર વિકાસ એસોસિએશનના પરેશ શાહે જણાવ્યું હતું.

વેપારી એસોસીએશન આ અંગે વિરોધ નોંધાવી સોમવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા જનાર છે. કોરોના માછીમાર બહાર નીકળેલી મધ્યમવર્ગની પ્રજાને હેલમેટના દંડનો બોજો પડશે તેમજ ચાર દરવાજા જેવા વિસ્તારમાં આવનાર લોકો પાર્કિંગની સમસ્યા થી જ જન્મે છે ત્યારે તેમને હેલ્મેટનું ફરજ ભારણ અને દંડનો ડર રહેશે.

અન્ય સમાચારો પણ છે...