વિરોધ:માણેજામાં 24 મીટરના રોડની તજવીજનો વિરોધ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાનાં દબાણ દૂર ન કરી રહીશોને હેરાન કરાય છે
  • સ્મશાનના રસ્તાનો મુદ્દો ઉકેલાયો ન હોવાના આક્ષેપ

શહેરના માણેજા વિસ્તારમાં પાલિકાએ 24 મીટરનો રોડ બનાવવાના માટેની તજવીજ હાથ ધરી નોટિસ આપતાં રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. રવિવારે 18 મીટરના રોડની માગ સાથે રહીશોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી નારાજગી દર્શાવી હતી. શહેરના માણેજા વિસ્તારમાં 24 મીટરનો રોડ બનાવવા માટે પાલિકાએ તજવીજ હાથ ધરી છે. જે સંદર્ભે 24 મીટરના રોડ રસ્તામાં આવતાં મકાનોના રહીશોને પાલિકાએ નોટિસ આપી છે. બીજી તરફ પાલિકાની નીતિ સામે રહીશોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

સ્થાનિક રહીશ જીતેન્દ્ર ઠાકોરના જણાવ્યા પ્રમાણે પાલિકા દ્વારા રોડ પર ખાનગી કંપનીઓએ કરેલા દબાણને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે. તેમજ આ વિસ્તારમાં 24 મીટરના રોડની જરૂરિયાત નથી, છતાં રોડ બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ગામમાં જવાનો રસ્તો ખુલ્લો કરવાનો પ્રશ્ન પણ વર્ષોથી વણઉકેલ્યો છે.

જે સંદર્ભે કોઈ નિર્ણય લેવાતો નથી અને સામાન્ય નાગરિકોને હેરાન કરી તેમના પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક રમણ પાટણવાડિયાના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં આ રોડ 60 ફૂટનો બનાવવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું તેમ છતાં પાલિકા રોડને 80 ફૂટનો બનાવવા માટે મથામણ કરી રહી છે, જે યોગ્ય નથી.

હાલમાં માણેજા રેલવે સ્ટેશન નજીક બ્રિજ નિર્માણ થઈ રહ્યું છે અને રેલવે ટ્રેકની બીજી બાજુ નવીન કન્સ્ટ્રક્શન સાઈટ બની રહી છે. જેને ફાયદો પહોંચાડવા માટે આ રોડ પહોળો કરવામાં આવી રહ્યો હોવાની ભારે ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...