દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બીજી તરફ સરકારે કરેલા રાંધણગેસના ભાવના વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી મેદાને ઊતરી છે. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વધી રહેલા રાંધણ ગેસના ભાવ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય નાગરિકનું જીવવું આકરું થઈ ગયું છે. મોંઘવારીના મારમાં મધ્યમવર્ગ પણ પીસાઈ રહ્યો છે. ત્યારે વધતા ભાવવધારાનો વિરોધ કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ ગેસના બોટલની અંતિમ યાત્રા કાઢી હતી અને ભાવવધારાનો વિરોધ નોંધાવ્યો હતો.
હાય રે મોદી હાયના નારા સાથે કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. 8 મહિનામાં રાંધણ ગેસના ભાવમાં ફરી એક વખત વધારો થતાં નાગરીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની સાથે ભાવવધારાને લઈ હવે વિપક્ષ મેદાને ઊતરી રહ્યું છે. શનિવારે આપના કાર્યકરો દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાને પાછો ખેંચવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં આપના જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રવક્તા સહિત પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.