તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભા તોફાની બની:વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષને પ્રજાના પ્રશ્નો ન ઉઠાવા દેવાયાનો આરોપ, 7 કાઉન્સિલર ધરણાં પર

વડોદરા3 મહિનો પહેલા
સયાજીનગર સભાગૃહમાં ફ્લોર પર કોંગ્રેસના 7 કાઉન્સિલર ધરણાં પર બેઠા
  • શાસક પક્ષે આચરેલા ભ્રષ્ટાચારના જવાબ આપવાથી બચવા વિપક્ષને બોલાવાની તક ન અપાઈ- વિપક્ષ
  • વિપક્ષના સાતેય કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા અને સત્તા પક્ષ સભા છોડી જતા રહ્યા
  • વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગી કાર્યકરો અકોટા સયાજીનગર ગૃહ દોડી ગયા

આજે વડોદરા મહાનગર સેવા સદનની સામાન્ય સભા અકોટા સયાજીનગર ગૃહમાં મળી હતી. સભામાં વિપક્ષને પ્રજાના પ્રશ્નો રજૂ કરવાની તક આપવામાં ન આવતા સભા તોફાની બની હતી. વિપક્ષના કાઉન્સીલરો પ્રજાના પ્રશ્નો રજૂ કરવા ઉભા થતાં અધ્યક્ષે સભા મુલતવી કરવાની જાહેરાત કરતા વિપક્ષના સાત કાઉન્સિલરો સભા ગૃહમાં ફ્લોર ઉપર બેસી ગયા હતા. શાસક પક્ષ દ્વારા અપનાવેલા વલણ અંગે વિપક્ષી નેતાએ જણાવ્યું કે, શાસક પક્ષ ભાજપાએ આચરેલા ભ્રષ્ટાચારોનો જવાબ આપવાથી બચવા વિપક્ષને બોલવાની તક આપવામા આવી નથી.

મેયર સહિત સત્તાપક્ષે વિપક્ષના કાઉન્સિલરોને બોલવા પર વિરોધ નોઁધાવ્યો
આજે વડોદરા મહાનગર સેવાસદનની સામાન્ય સભામાં જ્યારે કોંગ્રેસ કાઉન્સિલરો જનતાના પ્રશ્નો રજુ કરવા ગયા અને ભાજપ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ભ્રષ્ટાચાર કરી જે કોન્ટ્રાક્ટ પાસ કરવામાં આવે છે, તેના વિરોધ કરવા માટે ઊભા થયા હતા. ત્યારે સત્તાના જોરે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો, મેયર દ્વારા કોંગ્રેસ કાઉન્સિલર બોલવા પર વિરોધ નોંધાવ્યો હતો.

વિપક્ષે આક્ષેપ કર્યો કે તેને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા દેવાઈ નહીં
વિપક્ષે આક્ષેપ કર્યો કે તેને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા દેવાઈ નહીં

જનતાએ આપેલા નાણાનો હિસાબ લેવાનો વિપક્ષને અધિકાર
વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિપક્ષ જનતાનો ચોકીદાર કહેવાય, જનતા જે નાણાં સરકારને આપે છે તેનો હિસાબ લેવાનો અધિકાર વિપક્ષનો હોય છે. તેથી કોંગ્રેસ પક્ષના તમામ 7 કાઉન્સીલરો આજે સભામાં જનતાના પૈસાનો ભ્રષ્ટચાર અને વેડફાટ થાય છે તેની ચર્ચા કરવા માંગતા હતા. પરંતુ, કોંગ્રેસના કાઉન્સિલરોને બોલવાની તક આપવામાં ન આવતા કૉંગ્રેસના સાતેસાત કાઉન્સિલર સ્ટેજ પર જઈ ફ્લોર પર બેસી ગયા હતા. અને જ્યાં સુધી ચર્ચા પૂર્ણ ન થાય અને વિપક્ષ તરીકે કોંગ્રેસનો અવાજ ન સાંભળવામાં આવે ત્યાં સુધી બધા જ કાઉન્સિલર ફ્લોર પરથી ઉઠે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીનાં સભાસદો સભા છોડીને જતા રહ્યા હતા.

વિપક્ષી કાઉન્સિલરો ધરણાં પર બેસવા માટે મક્કમ
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર બાલુભાઈ સુર્વે, કાઉન્સિલર જહાભાઈ દેસાઈ, કાઉન્સિલર અલ્કાબેન પટેલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અને નવયુવક કાઉન્સિલર હરીશ પટેલ ફ્લોર પર જ બેસી રહ્યા હતા. અને જ્યાં સુધી વિપક્ષનો અવાજ સાંભળવામાં ન આવે ત્યાં સુધી સયાજીનગર અતિથિગૃહ અકોટા ખાતે ધરણાં પર બેસી રહેશે.તેવો મક્કમ નિર્ધાર કર્યો હતો.

જ્યાં સુધી તેમને બોલવા દેવામાં નહીં આવે ત્યાં સુધી કાઉન્સિલર ધરણાં કરશે
જ્યાં સુધી તેમને બોલવા દેવામાં નહીં આવે ત્યાં સુધી કાઉન્સિલર ધરણાં કરશે

વિશ્વામિત્રીના દબાણો અને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાનો દાવો
વિપક્ષી નેતા અમી વરાતે વધુમાં જણાવ્યું હતું કે, આજની સભામાં અમે વિશ્વામિત્રીમાં થયેલા દબાણો ઉપરાંત શહેરીજનોના પ્રશ્નો અંગે રજૂઆતો કરવાના હતા. પરંતુ, શાસક પક્ષને અમારા પ્રશ્નોના જવાબો આપવા ન પડે તે માટે સભામાં બોલવાની તક આપવામાં આવી ન હતી. પરંતુ પ્રજાનો અવાજ બનવા માટે અમો ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આવતીકાલે 25 જૂનના રોજ શાસક પક્ષ ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારોને પ્રજા સમક્ષ ઉજાગર કરીશું. દરમિયાન આ ઘટનાની જાણ થતાં વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને કૉંગ્રેસના કાર્યકરો સર સયાજીરાવ અતિથિ ગૃહ અકોટા પહોંચી ગયા હતા.