તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન સામે સવાલો:વડોદરામાં પાલિકાના વૃક્ષારોપણ માટે સંસ્થાઓને પ્લોટ દત્તક આપવાના કાર્યક્રમ પર વિપક્ષી નેતાએ ભ્રષ્ટાચારની આશંકા ઉભી કરી

વડોદરા20 દિવસ પહેલા
વિપક્ષી નેતા અમીબેન રાવતે કિંમતી જમીનો મફતમાં પધરાવી દેવાનો કારસો ગણાવ્યો હતો.
  • નક્કર નીતિ વગરના આયોજનમાં ભવિષ્યમાં ભ્રષ્ટાચાર થવાની આશંકા વ્યક્ત કરાઈ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વૃક્ષારોપણ માટે સંસ્થાઓને પ્લોટ દત્તક આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 75 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ અંગે વિપક્ષી નેતા અમીબહેન રાવતે જણાવ્યું હતું કે નક્કર પોલીસી વગરના આયોજનમાં ભવિષ્યમાં ભ્રષ્ટાચારની શક્યતા સેવાઇ રહી છે.

પાલિકા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ નીતિ નિયમો ન ઘડાયા હોવાના આરોપ મૂકાયા હતાં.
પાલિકા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ નીતિ નિયમો ન ઘડાયા હોવાના આરોપ મૂકાયા હતાં.

75 સંસ્થાઓએ ભાગ લીધો
ડો, શ્યામાપ્રસાદ મુખરજીના જન્મદિવસ તથા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરને ઓક્સિજન મુક્ત રાખવાના પ્રયત્નોને ગ્રીન ઓપન સ્પેસમાં અર્બન ફોરેસ્ટને વિકસાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેયુર રોકડીયાના હસ્તે વિવિધ સેવાભાવી સામાજિક સંસ્થાઓને પ્લોટ દત્તક આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પણ ઉપસ્થિત રહ્યા હતા . કોર્પોરેશનની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિ રૂમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 75 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો.

વનીકરણના નામ પર સસ્તામાં જમીનો અપાય જવા સામે સવાલો વિપક્ષે ઉઠાવ્યાં હતાં.
વનીકરણના નામ પર સસ્તામાં જમીનો અપાય જવા સામે સવાલો વિપક્ષે ઉઠાવ્યાં હતાં.

કિંમતી જમીનો પધરાવવાનો કારસો
આ અંગે વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, વનીકરણના બહાને ગ્રીનબેલ્ટની કિંમતી જમીનો પધરાવી દેવાનો કારસો રચાયો છે. 80 કરોડથી વધુની રકમ પાલિકાને વૃક્ષારોપણ માટે મળી છે. તેમ છતાં સંસ્થાઓને વનીકરણના બહાને પ્લોટોની ફાળવણી કોર્પોરેશન કરી રહ્યું છે. ચોક્કસ આયોજન વગર હાથ ધરાતા આવા કાર્યક્રમોમાં ભવિષ્યમાં ગેરરીતિ થવાની શક્યતા છે. મારી માંગ છે કે તમામ ગ્રીન પ્લેસ, પ્લોટ ડેવલપ કરો . કયા નીતી નિયમો મુજબ કોને પ્લોટ આપવાના છે. તેની જાહેરાત કરવી જરૂરી છે. અને ત્યારબાદ સતત મોનિટરિંગ પણ કરવું જોઈએ.