તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં પાલિકાની ચૂંટણીને રાજકીય ગરમાવો છવાઈ ગયો છે. મતદારોને આકર્ષવા ભાજપ અને કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે. ત્યારે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા પાલિકાની તમામ બેઠકો પર જીત મેળવવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશનને વિપક્ષ મુક્ત કરવા માટે મિશન-76 શરૂ કરવામાં આવ્યું છે. જો કે, હવે સ્થિતી એવી આવી ગઇ છે કે, મિશન – 76 સુધી પહોંચવા માટે ભાજપાને જુઠ્ઠો પ્રચાર કરવાનો વખત આવ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યા
છ વર્ષ પહેલાં લોકાર્પણ કરવામાં આવેલા રૂપિયા 5.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા દીપક ઓપન થિયેટરને જમીન દોસ્ત કરીને પુનઃ કરોડો રૂપિયાના ખર્ચે શુભ-અશુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે તે સમયે દીપક ઓપન થિયેટરના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા હતા. જે પ્રોજેક્ટને વિકાસની વ્યાખ્યામાં ઉમેરી ભાજપાના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શહેર કોંગ્રેસ અગ્રણી ઋત્વીજ જોષીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં પ્રદેશ ભાજપા પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા "ગુજરાત મક્કમ ભાજપ અડિખમ" કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, કેમ્પેઇનમાં વડોદરાના ભાજપાના ઉમેદવારો પ્રજાના કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા દીપક ઓપન થિયેટરને વિકાસની વ્યાખ્યામાં ઉમેરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
પાર્ટી પ્લોટ બનાવવાનો પ્રચાર
પથ્થરગેટ, બકરાવાડી પાસેના આ દીપક ઓપન થિયેટરનું છ વર્ષ પહેલાં એટલે કે, તા.20-8-2015ના રોજ તત્કાલિન મેયર ભરત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તે સમયે આ ઓપન થિયેટર બનાવવામાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા હતા. વ્યાપક ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપો અને ચોમાસામાં થિયેટરમાં વરસાદનું પાણી પડવાના કારણે થિયેટર જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે. અને પુનઃ કરોડો રૂપિયાના ખર્ચે દીપક ઓપન થિયેટરની જગ્યાએ શુભ-અશુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ બનાવવા માટે કોર્પોરેશન જઇ રહ્યું છે. જે પાર્ટી પ્લોટ બનાવવાનો પ્રચાર ભાજપાના ઉમેદવારો વર્તમાન ચૂંટણીના પ્રચારમાં કરી રહ્યું છે.
આર્ટ ગેલેરી નથી અપાતી
એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દીપક ઓપન થિયેટરની પોલ ખૂલ્લી ન પડે તે માટે રૂપિયા 177.20 કરોડના ખર્ચે બનનાર નવિન ટાઉન હોલ, ઇ-ટોયલેટ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિગેરેના પ્રોજેક્ટમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટોને વિકાસની ગાથામાં જોડીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે, દીપક ઓપન થિયેટરમાં અગાઉ રૂપિયા 5.50 કરોડનો ખર્ચ કર્યા બાદ તેને જમીન દોસ્ત કરીને હવે બીજા કરોડો ખર્ચ કરીને પાર્ટી પ્લોટ બનાવવા કોર્પોરેશન જઇ રહ્યું છે.
વડોદરા શહેરની કલાનગરી અને સંસ્કારી નગરી તરીકેની છાપ દુનિયાભરમાં જાણીતી છે. પરંતુ કલાનગરીમાં કલા જીવંત રાખવાની જગ્યાએ તેને મારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. વડોદરામાં બદામડી બાગ ખાતે અગાઉ આર્ટ ગેલેરી હતી. વહીવટી તંત્રએ કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર બનાવવા માટે આર્ટ ગેલેરી તોડી પાડી હતી. આજદિન સુધી કલાકારો પોતાની આર્ટ ગેલેરી માટે વલખા મારી રહ્યા છે.
થિયેટર ખંડેર હાલતમાં
આશરે 6 વર્ષ પહેલા ગતિશીલ અને પ્રગતિશીલ વડોદરાના ભાગ રૂપે રૂ. 5.50 કરોડના ખર્ચે દીપક ઓપન એર થીયેટર બનાવવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ તત્કાલીન મેયર ભરત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદથી જાળવણીના અભાવે હાલ દીપક ઓપન એર થિયેટર ખંડેર બન્યું છે. નબળી કામગીરીને પગલે દીપક ઓપન એર થિયેટરમાં ગણતરીના સમયમાં જ પેવર બ્લોક ઉખડી ગયા હતા. અને ત્યાર બાદ તેનો સીટીંગ એરીયા તોડી પાડવામાં આવ્યો હતો. હાલ તો દીપક ઓપન એર થિયેટર ખંડેર હાલતમાં છે. પરંતુ ચૂંટણી ટાણે હવે નેતાઓ ખંડેર બનેલા દીપક ઓપન એર થિયેટરને નવું બનાવવામાં આવશે તેમ જણાવી પોતાના કેમ્પેઇનમાં વિકાસના નામે પ્રચાર કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.