ઉચાપત કર્યાનો આક્ષેપ:કચરાપેટીમાં આવેદનપત્ર મૂકી ઇજારદારના શોષણનો વિરોધ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદો છતાં એજન્સીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી

આરોગ્ય વિભાગમાં સફાઇની કામગીરીનો ઇજારો સંભાળતા ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આઉટસોર્સિંગથી એજન્સી સાથે સંકળાયેલા કર્મચારીઓએ કચરાપેટીમાં આવેદનપત્ર નાખી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જેના પગલે ઉતેજના વ્યાપી હતી.

ગુજરાતના આરોગ્ય વિભાગ હસ્તકના દવાખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી આરડીડીની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દઈ કર્મચારીઓનું શોષણ અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપી છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણી રજનીકાંતભાઈએ આક્ષેપ કર્યો હતો કે, નાણાકીય ઉચાપતની અનેક ફરિયાદો છતાં એજન્સીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. આઉટસોર્સ એજન્સીઓ ડી.જી. નાકરાણી અને એમ.જે. સોલંકીએ પગારમાં ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 5 વર્ષમાં એજન્સીઓએ બોનસ, લીવ ઓન કેશ, એરિયર્સ અને યુનિફોર્મ એલાઉન્સમાં ઉચાપત કરી છે અને પ્રતિ કર્મચારી દીઠ 1 લાખ કરતાં વધુ રકમની ઉચાપત કરી છે.જેમાં કાર્યવાહી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...