પ્રારંભ:MSU સિવાયના લોકોને યુનિ.માં રિસર્ચ કરવાની તકો ઊભી કરાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચનાં વિવિધ વ્યાખ્યાનમાં IIT ગાંધીનગર, મુંબઈના વૈજ્ઞાનિકો આવશે
  • ગુજરાતભરના 35 રિસર્ચ સ્કોલરના ટ્રેનિંગ પ્રોગ્રામ સ્તુતિનો પ્રારંભ કરાયો

પ્રતિષ્ઠિત એમએસ યુનિવર્સિટીમાં હવે આગામી સમયમાં એક નવતર પ્રારંભ કરવામાં આવશે, જે અંતર્ગત એમએસયુ સિવાયની સંસ્થાના યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો પણ એમએસયુમાં રીસર્ચ કરી શકશે. આ માટેના પ્રયાસો કરવામાં આવશે. આ જાહેરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવી હતી.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીસના એપ્લાઇડ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટની ગોલ્ડન જ્યુબિલિની ઉજવણીના ભાગરૂપે આયોજિત સ્તુતિ નામના એક ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત આયોજિત એક પ્રસંગે પોતાના વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું. એડવાન્સ કેરેક્ટર આઇસેશન ઓફ મટિરિયલ નામના આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ગુજરાતભરના 35 રીસર્ચ સ્કોલર ભાગ લઇ રહ્યાં છે.

મુખ્ય અતિથિ હોમી ભાભા એટોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં વિખ્યાત વિજ્ઞાની ડૉ.એસ.એન આચાર્ય મુખ્ય અતિથિ તરીકે અને ભરૂચની એક ફાર્મા કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી ડો. ચિંતન પંડ્યા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશેષતા એ હતી કે રિસર્ચનાં વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનમાં આઈઆઈટી ગાંધીનગર, મુંબઈ જેવી સંસ્થાઓના વૈજ્ઞાનિકોને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સૌથી શ્રેષ્ઠ લેબોરેટરીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગના લીધે ઘણા વિષયોનો ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શક્યા એ બદલ તાલીમાર્થીઓ દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વિજય શ્રીવાસ્તવએ તેમના સંદેશમાં જણાવ્યું કતું કે, એમએસ યુનિવર્સિટીનાં દ્વાર રિસર્ચ માટે સદાય ખુલ્લા છે. અહીં ઇન્ડસ્ટ્રીના લોકો અને રીસર્ચ સ્કોલર સાથે રીસર્ચ કરી શકે એવી સુવિધા પૂરી પાડવાનો પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે.

પીએચડી માટેના ગાઇડ પૂરતા હોવા જરૂરી
એક તરફ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એમએસ યુનિવર્સિટી સિવાયના ઇન્ડસ્ટ્રીના લોકો અને રીસર્ચ સ્કોલર પીએચડી કરવા માટેના પ્રયાસોની જાહેરાત કરી છે. બીજી તરફ એમએસ યુનિવર્સિટીમાં જ કેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમને પીએચડી ગાઇડની ફાળવણી ન થવાથી હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો વારો આવ્યો છે. આ આંકડાની પણ જાહેરાત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, યુજીસીએ 2015માં જ પીએચડી રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલા સ્કોલરોએ ચોક્કસ વર્ષમાં પીએચડી પૂરી કરવી એવા આદેશ જાહેર કર્યા છે. એમએસ યુનિવર્સિટી સત્તાધીશોએ બહારના લોકો માટે પીએચડી કરવા માટેની સુવિધા પૂરી પાડવાના પ્રયાસ કરવાની વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...