મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગણીઓને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા આગામી સૂચના સુધી વિવિધ સ્થળોએ દૈનિક ધોરણે અનરિઝર્વ્ડ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમિત ગુપ્તા, DRM, વડોદરા ડિવિઝન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ વિશેષ ટ્રેનોમાં અનેક રૂટને સમાવાયા છે.ટ્રેન નંબર 09131 આણંદ - ગોધરા સ્પેશિયલ આણંદથી દરરોજ 05.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 07.45 કલાકે ગોધરા પહોંચશે. આ ટ્રેન 16 મી ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશેતેવી જ રીતે, ટ્રેન નંબર 09132 ગોધરા - આણંદ સ્પેશિયલ ગોધરાથી દરરોજ 08:.30 કલાકે ઉપડશે ,અને તે જ દિવસે 10.50 કલાકે આણંદ પહોંચશે. આ ટ્રેન 16 મી ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. ટ્રેન બંને દિશામાં માર્ગમાં સદાનાપુરા, ભાલેજ, ઓડ, ઉમરેઠ, ડાકોર, ઠાસરા, આંગડી, સેવાલિયા, ટીંબા રોડ, તુવા અને વાવડી ખુર્દ સ્ટેશનો પર રોકાશે. એમ જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.