ફરિયાદ:પોતાનું અફેર ખૂલતાં પતિએ કહ્યું, નોકરાણી બની રહેજે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વારસિયા રોડની મહિલાની પતિ સામે ફરિયાદ
  • પતિએ કહ્યું, હું તને અને પ્રેમિકા બંનેને રાખીશ

વારસીયા રીંગ રોડ પર રહેતી 32 વર્ષીય મનીષા (નામ બદલ્યું છે)ની ફરિયાદ અનુસાર, તે બેંકમાં કેશ કલેક્શનની નોકરી કરે છે. પતિ હેર કટીંગને લગતું કામ કરે છે. વર્ષ 2013માં યુવતી છાણીની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી તે દરમિયાન પ્રતિક નામનો યુવક તેની સાથે નોકરી કરતો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવતીના પિતાને ખબર પડી હતી. અને યુવતીને નોકરી બંધ કરાવી દિધી હતી. જ્યારે પ્રતિકે કોર્ટ મેરેજની વાત કરતા યુવતીએ પોતાના કાકાની મદદથી વર્ષ 2015માં કોર્ટ મેરેજ કરાવી દિધા હતાં. યુવતી લગ્ન કર્યા બાદ છાણીમાં ભાડેથી રહેતી હતી.

દરમિયાન યુવતીના સાસુ અને નણંદ ઘરે આવતા પતિએ મનીષાની ઓળખાણ તેની ફ્રેન્ડ તરીકે આપી હતી અને સાસુ સાથે યુવતી તેમના ઘરે રહેવા ગઈ હતી. સાસુને લગ્નની જાણ થતા મનીષાને છાણી ખાતે મુકી ગયા હતાં. જેમાં સાસુ-નણંદ સાથે બોલાચાલી થતા મનીષાને તેના કાકા પિયર તેડી ગયા હતાં. દરમિયાન સમાધાન થઈ જતા 1 એપ્રીલ 2016ના રોજ ફરીથી મનીષા પતિની સાથે ભાડાનું ઘર ખાલી કરી સાસુના ઘરે રહેવા ગઈ હતી. જ્યારે મનીષા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.

પરણીતાને 2020માં બાળકનો જન્મ થયો હતો. જ્યાં યુવતીને જાણ થઈ કે તેના પતિને બીજી છોકરી સાથે અફેર છે. જે અંગે તેને પોતાના પતિ સાથે વાતચીત કરતા પતિએ માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. સાસરીયાઓ પણ ત્રાસ આપતા હતાં. પતિએ જણાવી દિધું હતું કે, હું તને પણ રાખીશ અને મારી પ્રેમીકાને પણ રાખીશ. તારે મને કઈજ કહેવાનું નહી. ઘરમાં રહેવું હોય તો નોકરાણી તરીકે રહેવું પડશે. પરણિતાએ પતિ પ્રતિક વિરૂધ્ધ વારસીયા પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...