વડોદરા ભાસ્કર સ્ટિંગ:દેવ્સ કેમ્પ, ચાંપાનેર, લેક પેરેડાઈઝ અને રિપેરિયન રિસોર્ટનું ખુલ્લું આમંત્રણ, કારવાનમાં પોલીસે જ બાતમી આપતાં બંધ

વડોદરાએક વર્ષ પહેલાલેખક: વિપુલ પંડ્યા
  • કૉપી લિંક
ચાંપાનેર રિસોર્ટ - Divya Bhaskar
ચાંપાનેર રિસોર્ટ
  • માત્ર રોકાણની મંજૂરી છતાં વડોદરા-પંચમહાલના રિસોર્ટમાં એક્ટિવિટી ચાલુ રાખી નિયમભંગ
  • દરબારગઢ અને આતાપી રિસોર્ટનો બુકિંગ માટે ઈનકાર, લેક પેરેડાઈઝમાં 6 દિવસ બુકિંગ ફુલ : સ્વિમિંગપુલ સિવાયની બધી જ રાઈડ્સ ચાલુ

તાજેતરમાં પાદરા પાસે મહી રિસોર્ટમાં લોકોને ભેગા કરાતા હોવાની જાણ થતાં પાદરા પોલીસે દરોડો પાડી 27 સહેલાણી તથા રિસોર્ટના મેનેજર તથા માલિક સામે ગુનો નોંધ્યો હતો . વડોદરા નજીક હયાતી રિસોર્ટમાં પણ જાહેરનામાનો ભંગ કરીને લોકોને એન્ટ્રી અપાઇ હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે હયાતીના મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.

રિસોર્ટમાં માત્ર રોકાણ કરવાની મંજૂરી હોવા છતાં કોરોના ગાઇડલાઇનો સરેઆમ ભંગ કરાઇ રહ્યો છે. દિવ્ય ભાસ્કરે વડોદરા - પંચમહાલના 7 મોટા રિસોર્ટમાં તપાસ કરતાં 4 રિસોર્ટમાં તો 40 લોકોનું ગેધરિંગ કરવાની તૈયારી સાથે સ્વિમિંગપુલ સિવાયની તમામ એક્ટિવિટી માટે ખુલ્લું આમંત્રણ અપાયું હતું. જાંબુધોડાના કારવાન રિસોર્ટને બુધવારથી બંધ કરી દેવાયું હતું. જેમાં પંચમહાલ પોલીસે રિસોર્ટમાં આવીને અમે તો સાચવી લઇશું પણ ગાંધીનગરથી રેડ પડવાની બાતમી આપી હમણાં બંધ કરવાનું જણાવ્યું હોવાનું રિસોર્ટમાં મળેલા વ્યક્તિએ જણાવ્યું હતું. જયારે આતાપી અને કદવાલના દરબારગઢ રિસોર્ટમાં બુકિંગ માટે ઈનકાર કરી દેવાયો હતો.

દેવ્સ કેમ્પ, દેવડેમ પાસે સવારે 8-45 વાગે
દેવ્સ કેમ્પ, દેવડેમ પાસે સવારે 8-45 વાગે

ગેટ ટુ ગેધર કરવું હોય તો 1 લાખમાં આખી પ્રોપર્ટી તમને મળી શકશે
ગેટ બંધ હતો પણ અંદર 2 કાર પાર્ક કરાયેલી હતી. ઓફિસમાં સાગર નામનો કર્મચારી અને એક યુવતી હતા. તેણે દેવસ કેમ્પમાં ડે પીકનીક બંધ છે પણ માત્ર નાઇટ સ્ટે ચાલુ છે. તેમ કહી તે માત્ર મુલાકાતીઓને અંદર જવા દે છે પણ જો અહી રોકાવું હોય તો નાઇટ રોકાણ માટે હેડ ઓફિસમાંથી બુકીંગ કરાવવું પડશે તેમ જણાવી હેડઓફિસનો નંબર આપ્યો હતો. જયાં વાત કરી તો તેણે નાઇટ સ્ટે માટે હા પાડયા બાદ 40 લોકોના ગેટ ટુ ગેધર માટેની તૈયારી બતાવી હતી. ત્યાર બાદ 1 લાખ રુપીયામાં તમામ પ્રોપર્ટી મળશે. જેમાં 10થી 7 વાગ્યાનો સમય રહેશે તેમ જણાવ્યું હતું.

નાઈટ સ્ટેનું બુકિંગ રહેશે પણ તમે સવારે 11-30 વાગે આવી જશો તો પણ વાંધો નહી. 24 કલાક રહી શકાશે. સ્વિમીંગપુલ સિવાયની રાઈડ મળશે.

માત્ર તા. 8 અને 9 બુકિંગ ખાલી છે, વ્યક્તિ દીઠ રૂા. 2 હજારનો ચાર્જ થશે, લેક પેરેડાઇઝ, શિવરાજપુર
લેક પેરેડાઈઝના સત્તાવાર નંબર પર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારે ત્યાં હાલમાં તો બધું બુકીંગ છે. માત્ર 8મી અને 9મી તારીખે ખાલી છે. 30થી 40 લોકો માટે 2 વિલા લેવા પડશે, ત્યાં કૃત્રિમ તળાવ છે જેમાં બોટિંગ કરી શકાશે. સ્વિમિંગ પૂલ છે. નાઈટ સ્ટે કરી શકાશે. વિકેન્ડનો ચાર્જ પર પર્સન 3000 છે. જ્યારે સોમવારથી શુક્રવારે ચાર્જ 2000 છે.

ચાંપાનેર રિસોર્ટ, જાંબુઘોડા સવારે 10 વાગે
ચાંપાનેર રિસોર્ટ, જાંબુઘોડા સવારે 10 વાગે

હાલ રિસોર્ટ ચાલુ જ છે, રવિવારે હેરિટેજ સ્યૂટ અવેલેબલ છે, હેડ ઓફિસથી બુકિંગ મળી જશે, અમારી બીજી પ્રોપર્ટી લેક પેરેડાઈઝ ચાલુ જ છે પણ હમણાં બધું ફુલ છે, ચાંપાનેર રિસોર્ટ, જાંબુઘોડા સવારે 10 વાગે
રીસેપ્શન પર અનિલ નામના યુવકે રિસોર્ટ ચાલુ હોવાનું જણાવી ટેન્ટ સીટી સહિત સમગ્ર રિસોર્ટની મુલાકાત પણ કરાવી હતી. રિસોર્ટમાં ટેન્ટ ઉપરાંત 12 રૂમ હોવાનું સ્વીમીંગપુલ અને તમામ ગેમ્સ હોવાનું પણ તેણે જણાવ્યું હતું.40 લોકોના ગેટ ટુ ગેધર માટે તૈયારી બતાવી બુકીંગ હેડ ઓફિસથી જ થશે તેમ પણ તેણે જણાવ્યું હતું. મંગળવારે જયારે રિસોર્ટની ઓફિસે ફોન કરતાં રિસોર્ટ હાલ લ ચાલુ જ હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. રવિવારે હેરીટેઝ સ્યુટ અવેલેબલ છે અને તેમાં લંચ ડીનર સહિતની સુવિધાઓ મળશે તેમ પણ જણાવાયું હતું, કોરોના ચાલી રહ્યો છે ત્યારે પણ રિસોર્ટ ચાલુ છે તેવો સવાલ કરાતા જવાબ મળ્યો હતો કે રિસોર્ટ ખુલ્લો જ છે.

રિપેરીયન રિસોર્ટ, લાંછનપુરા બપોરે 12.30વાગે
રિપેરીયન રિસોર્ટ, લાંછનપુરા બપોરે 12.30વાગે

સવારના બે સ્લોટ ચાલુ છે,તમામ પેઇડ અને ફ્રી એક્ટિવિટી મળશે
પાર્કીંગમાં જ 5 પાર્ક જોવા મળી હતી. ઓફિસમાં રહેલા મેનેજરે તમામ એક્ટીવીટી સહિત ચાર્જનું પેમ્પ્ફલેટ આપી જાણકારી આપી અને દિવસની એક્ટિવીટી અને રાતની એક્ટીવીટી ચાલુ હોવાનું જણાવ્યું હતું. સવારે 9થી રાત્રે 9 અને સાંજે 5 સુધી બે સ્લોટ ચાલુ હોવાનું અને તેમાં તમામ પેઇડ અને ફ્રી એક્ટિવિટી મળશે તેમ જણાવાયું હતું. મેનેજરે જો 20થી વધુ વ્યક્તિઓ હશે તો ડીસ્કાઉન્ટ આપવાનું તથા ડીસ્કાઉન્ટ ન જોઇએ તો વધુ એક્ટીવીટી રાઇડ મળશે તેમ જણાવી સમગ્ર રિસોર્ટની મુલાકાત પણ લેવડાવી હતી. ત્યાં સંખ્યાબંધ લોકો પરિવાર સાથે મજા માણી રહ્યા હતા. અગાઉ રિસોર્ટમાં ફોન કરીને પુછતાં જવાબ મળ્યો હતો કે હાલ તો રિસોર્ટ ઓપન જ છે, શનિ રવિ હોય તો 60થી 70 જણા હોય છે. કર્મચારીએ કહ્યું કે, પોલીસ નદી કાંઠે માસ્ક વગરના પાસેથી દંડ વસુલે છે. અહીં અંદર નહીં આવે, બહારથી જતી રહેશે.

પોલીસ અંદર નહી આવે, બહારથી જતી રહેશે, એક્ટીવીટી તમામ હશે, જો 20 વ્યક્તિ હશે તો ડિસ્કાઉન્ટ પણ મળશે.

કારવાન રિસોર્ટ, જાંબુઘોડા સવારે 11 વાગે
કારવાન રિસોર્ટ, જાંબુઘોડા સવારે 11 વાગે

અત્યાર સુધી રિસોર્ટ ચાલુ હતું પણ અાજે જ બંધ કરી દીધુ છે
મેનેજરે રિસોર્ટ બંધ હોવાનું જણાવ્યું હતું. અમને ફોન પર તો રિસોર્ટ ચાલુ છે તેમ કહેવાયું હોવાનો સવાલ કરાતા તેણે કહ્યું હતું કે રિસોર્ટ ચાલુ જ હતું પણ સવારે બંધ કર્યુ છે. ત્યાં હાજર રહેલા શખ્સે જણાવ્યું હતું કે રિસોર્ટ બંધ કરી દઇને આજના 5 બુકીંગ પણ તેમણે કેન્સલ કર્યા છે. તે જ વખતે આઠછી દસ લોકો પણ રિસોર્ટમાં આવેલા હતા પણ તેમને પણ રિસોર્ટ બંધ કરાયો હોવાનું જણાવાયું હતું. મંગળવારે કારવાન રિસોર્ટમા ફોન કરીને રિસોર્ટ ચાલું છે કે કેમ તે પુછતાં રિસોર્ટ ચાલુ હોવાનું અને ત્યાં માત્ર રોકાણ કરી શકાય છે પણ તમામ એક્ટિવીટી બંધ હોવાનું કહી ચાલુ હોય ત્યારે 25-30 લોકો આવતા હોવાનું જણાવ્યું હતું.

રિસોર્ટ ખુલ્લો હતો પણ આજે પોલીસ આવીને કહી ગઇ છે કે અમે તો કંઇ નહી કરીએ પણ ગાંધીનગરથી રેડ પડવાની છે એટલે બંધ કરી દેજો..

એક્ટિવિટી ચાલુ છે ત્યાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે
જે રિસોર્ટમાં વોટર પાર્ક, સ્વીમીંગ પુલ કે એડવેન્ચર રાઇડસની પ્રવૃત્તિ ચાલુ હોય તો કાર્યવાહી કરાશે. જાહેરનામા મુજબ રોકાણની સુવિધા ચાલુ રાખી શકાય છે. > સુધીરકુમાર દેસાઇ, DSP, વડોદરા

ગેધરિંગ-એક્ટિવિટી અને સ્વિમિંગપુલ ચાલુ રાખી શકાય નહીં
પંચમહાલના કેટલાક રિસોર્ટ ચાલુ હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે કાર્યવાહી કરાશે. જાહેરનામા મુજબ ગેધરિંગ તેમજ એક્ટિવિટી અને સ્વિમિંગપુલ ચાલુ રાખી શકાય નહીં .> ડો.લીના પાટીલ, DSP, પંચમહાલ

અન્ય સમાચારો પણ છે...