પોલીસ પર જ આરોપ:વડોદરા શહેરમાં પોલીસના ડર વિના ખુલ્લેઆમ દારૂનો વેપલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારેલીબાગના બૂટલેગર હુસેન સિંધી અને સમાના રમેશ માળીના પોલીસ પર જ આરોપ

શહેરમાં ફરીથી એકવાર બૂટલેગરો સક્રિય થયા છે અને પોલીસની જરા પણ બીક રાખ્યા વગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. તાજેતરમાં સમા પોલીસે માર માર્યા હોવાના આરોપ સાથે સમાના પૂર્વ બૂટલેગર રમેશ માળીએ આરોપ લગાવ્યા હતા કે, પોલીસ તેને દારૂનો ધંધો કરવા દબાણ કરી રહી છે. આ મામલો જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો હતો અને મામલાની તપાસ એસીપીને સોંપાઇ હતી. ત્યારબાદ કારેલીબાગ પોલીસે નામચીન બૂટલેગર હુસેન સિંધીનો દારૂ પકડતાં તેણે ઉશ્કેરાઈ ટ્રેનમાં બેસીને વીડિયો બનાવીને વાઇરલ કરી પોલીસને પડકારી હતી. જેમાં તેણે પોલીસની સાથે રહીને દારૂ વેચી રહ્યો હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે પોલીસે 5 દિવસમાં ત્રણ વખત હુસેનનો દારૂ પકડ્યો હતો અને તેની સામે કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત બૂટલેગર ચકો, કાલુ ટોપી તથા જાવેદ પણ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયા હોવાનું જણાઇ રહ્યું છે. ગાજરાવાડીનો નામચીન બૂટલેગર લાલજી રબારી અને તેના પુત્રો પણ સક્રિય છે અને બે દિવસ પહેલાં જ લાલજી રબારી તથા રાજેશ ઠાકોરનો દારૂનો મોટો જથ્થો ડીસીપી ઝોન-3ની સૂચનાથી પાણીગેટ પોલીસે જપ્ત કર્યો હતો, જેમાં વાડી પોલીસની બેદરકારી જણાતાં પોલીસ કર્મીઓની સંડોવણીની તપાસ એસીપીને સોંપાઇ છે.

વિદેશી દારૂના બૂટલેગરોની સાથે સાથે દેશી દારૂના ખેપિયા પણ ફરીથી સક્રિય થયા છે .દેશી દારૂના ખેપિયા સાંજ થતાં મોડી રાત સુધી અને વહેલી સવારે પોલીસ રસ્તા પર ન હોય ત્યારે ફુલ સ્પીડમાં બાઇક ચલાવીને શહેરમાં પ્રવેશે છે અને અકસમાત સર્જે છે. સોમવારે રાત્રે તરસાલી વિસ્તારમાં પણ આ જ પ્રમાણે દેશી દારૂના ખેપિયાએ કાર સાથે અકસ્માત સર્જતાં દારૂની રેલમછેલ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...