તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:વડોદરામાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા સયાજી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓ.પી.ડી. શરૂ થાય તે પહેલાંથી દર્દીઓની લાઇનો લાગવાની શરૂઆત થઇ જાય છે.. - Divya Bhaskar
ઓ.પી.ડી. શરૂ થાય તે પહેલાંથી દર્દીઓની લાઇનો લાગવાની શરૂઆત થઇ જાય છે..
  • તંત્ર પણ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવામાં નિષ્કાળજી દાખવી રહ્યું છે

વડોદરામાં કોરોનાની મહામારીએ હાલ લગભગ વિરામ લીધો છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતા સયાજી હોસ્પિટલની ઓ.પી.ડી. દર્દીઓથી ઉભરાઇ રહી છે. હોસ્પિટલમાં વિવિધ સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું નથી. અને તંત્ર દ્વારા પણ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવામાં નિષ્કાળજી દાખવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આવી રહેલી કોરોનાની સંભવીત ત્રીજી લહેર ઘાતક સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહિં.

સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વડોદરા શહેર-જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. સવારે 9 વાગે ઓ.પી.ડી. શરૂ થાય તે પહેલાંથી દર્દીઓની લાઇનો લાગવાની શરૂઆત થઇ જાય છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું નથી. એટલું જ નહીં આ ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડી રહ્યા છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે. આ ભીડભાડને હોસ્પિટલના કર્મચારીઓ પણ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જોવા મળી રહ્યું છે.

કોરોનાએ લગભગ વિરામ લઇ લીધો
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન સયાજી હોસ્પિટલમાં શહેર તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો હતો. જેથી કોરોનાના ડરથી અન્ય દર્દીઓ સારવાર માટે આવતા ગભરાઇ રહ્યા હતા. જેના કારણે સયાજી હોસ્પિટલ ઓપીડીમાં તદ્દન ઓછા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા હતા. અને મોટી બિલ્ડીંગ જે તે સમયે ખાલીખમ ભાસી રહ્યું હતું. જ્યારે હવે કોરોનાએ લગભગ વિરામ લઇ લીધો છે. છતાં, રાજ્ય સરકાર દ્વારા પણ સંભવતઃ ત્રીજી લહેરને ધ્યાનમાં લઇ સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી નથી. જે પણ છૂટ આપી છે તે કેટલાંક નિયંત્રણો સાથે છૂટછાટ આપવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.

દર્દીઓની પહેલાની જેમ ભારે ભીડ જોવા મળી રહી છે
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે શહેર-જિલ્લામાંથી તેમજ જિલ્લા બહારથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. અને પહેલાની જેમ જ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં દર્દીઓની પહેલાની જેમ ભારે ભીડ જોવા મળી રહી છે. અને દર્દીઓ તેમજ તેમના સગાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે આ આ ભીડભાડમાં સોશિયલ ડિસ્ટનના ધજાગરા ઊડી રહ્યા છે. અને લાઈનોમાં દર્દીઓ તથા તેમના સગાઓને એકબીજાની નજીક ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.

ઠોસ પગલાં ભરવામાં ધરાર નિષ્ફળ પુરવાર
કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઇને સયાજી હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, સયાજી હોસ્પિટલના જ સત્તાવાળાઓ દ્વારા ઓ.પી.ડીમાં જામતી ભીડ અંગે કોઇ ઠોસ પગલાં ભરવામાં ધરાર નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. ઓ.પી.ડી.માં ઉમટી રહેલી દર્દીઓની ભીડને જોતા લાગી રહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર જો આવશે તો તે બીજી લહેરમાં થયેલી ખુમારીને પણ ભુલાવી દેશે.