પાલિકા પાણીમાં બેઠી:માત્ર ત્રણ કૃત્રિમ તળાવ બનાવ્યાં

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • વિસર્જન માટે અગાઉ 4 ઝોનમાં 4 કૃત્રિમ તળાવ બનાવવાની જાહેરાત કરાઇ હતી

અગાઉ દશામા વ્રત વખતે પાલિકાએ શહેરના પાંચ તળાવોમાં વિસર્જનની વ્યવસ્થા કરી હતી. તદુપરાંત શ્રીજી વિસર્જન માટે ચાર ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે તેવી પાલિકાએ જાહેરાત કરી હતી. જેમાં એક તળાવ સોમા તળાવ પાસે, સમા, અને નવલખી મેદાનમાં તળાવો ઉભા કરાશે. જોકે આ વખતે ગોરવા દશામાં તળાવ પાસે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું નથી. દશામાં તળાવમાં જ મૂર્તિ વિસર્જિત કરાશે. જોકે દશામાં તળાવમાં ડ્રેનેજના પાણી ભળતા હોવાથી આ વખતે લોકોએ શ્રીજીની મૂર્તિ દશામાં તળાવમાં વિસર્જિત કરવાની જગ્યાએ નવલખી તળાવમાં વિસર્જિત કર્યા છે.

એક તરફ સુરસાગર તળાવમાં બ્યુટીફિકેશન બાદ મૂર્તિ વિસર્જન બંધ કરી દેવાયું છે. પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના ચાર ઝોનમાં ચાર કૃત્રિમ તળાવની સુવિધા ઉભી કરાય છે. જેમાં નવલખી મેદાન પર બનાવાતા કૃત્રિમ તળાવમાં સૌથી વધુ પ્રતિમાનું વિસર્જન કરાતુ હોય છે. આ વખતે પણ પાલિકા દ્વારા 4 કૃત્રિમ તળાવ બનાવવાની જાહેરાત મોટા ઉપાડે કરવામાં આવી હતી. જો કે પાલિકાએ માત્ર 3 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે. દર વર્ષે ગોરવા તળાવ પાસે ઉભી કરાતી વૈકલ્પિક વ્યવસ્થાની આ વર્ષે બાદબાકી કરી દેવામાં આવી છે. જેને પગલે કુદરતી દશામા તળાવમાં જ મૂર્તિનું વિસર્જન કરવુ પડશે.

અન્ય સમાચારો પણ છે...