તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લડ રિસ્પોન્સ પ્લાન:વડોદરા પાલિકાની પુસ્તિકાના કવર પર માત્ર વર્ષ જ બદલાયું, પાણી ભરાવવાનાં 147 સ્થળ ફિક્સ

વડોદરા3 મહિનો પહેલાલેખક: નિશાંત દવે
 • કૉપી લિંક
 • વર્ષ 2019માં પાલિકાની યાદીમાં પાણી ભરાવવાનાં જે સ્થળો હતાં, 2021માં પણ એ જ સ્થળોને યાદીમાં રિપીટ કર્યાં
 • છેલ્લાં 10 વર્ષમાં વિશ્વામિત્રી નદીએ 8 વખત 20 ફૂટથી વધુ સપાટી વટાવી, આ વર્ષે પણ લોકોની હાલાકીમાં કોઇ ફેર પડશે નહીં

પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાને ધ્યાનમાં રાખીને ફ્લડ રિસ્પોન્સ પ્લાન બનાવવામાં આવે છે પરંતુ આ પુસ્તિકામાં પાણીના ભરવાવાળા 147 સ્થળોની યાદી યથાવત રહેવા પામી છે અને તેના કારણે માત્ર વર્ષ બદલાય છે પરંતુ લોકોની હાલાકીનો કોઈ ફરક પડયો નથી.

છેલ્લાં 10 વર્ષમાં વિશ્વામિત્રી નદીએ આઠ વખત ૨૦ ફૂટથી વધુ સપાટી વટાવી હતી અને તેમાં પણ વર્ષ 2004 થી 2020 સુધીમાં સૌથી વધુ 35.6 ફૂટ સપાટી વર્ષ 2004માં અને 34.50 ફૂટની સપાટી વર્ષ 2019માં થઇ હતી અને તેના કારણે નાગરિકોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુકશાન થઈ ચૂક્યું છે.પાલિકા દર વર્ષે 3500 કરોડ રૂપિયાનુ બજેટ મૂકે છે અને વર્ષે સરેરાશ 1000 કરોડ રૂપિયાનુ ચૂકવણુ વિકાસના કામો માટે કરે છે. સ્માર્ટ સિટીનો દરજ્જો મેળવનાર વડોદરા પાલિકાએે વરસાદી મૌસમનો સત્તાવાર આરંભ થતાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવાના સ્થળોની યાદી તૈયાર કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા બાદ સલામત સ્થળે ખસેડવાની યાદી પણ તૈયાર રાખી છે. ભારે વરસાદના કારણે વરસાદનુ પાણી કયાં કયાં ભરાય છે તે સ્થળોની યાદીમાં પણ જૂની રેકર્ડ વગાડયે રાખી છે.

પાલિકાએ પ્રિમોન્સુનની કામગીરી પૂરી કરી હોવાનો દાવો કર્યો છે.પરંતુ તેનુ સાચુ પરિણામ બે ઇંચ વરસાદમાં જ જોવા મળે છે. વરસાદી ગટરની સફાઇ,મેનહોલની સફાઇ,નીકની સફાઇ,કાંસની સફાઇમાં જો છીંડા રહી ગયા હશે તો તેનો ભોગ શહેરની 18 લાખની જનસંખ્યાને બનવુ પડશે તે નિશ્ચિત છે. શહેરમાં સૌથી વધુ 28 સ્થળો વહીવટી વોર્ડ 7ના એટલે કે સ્ટેશન ગરનાળાથી ફતેગંજ થઇ છાણી સુધીના છે તો ગોરવા, સુભાનપુરા, લક્ષ્મીપુરા, ઇલોરાપાર્ક, સમતાનો સમાવેશ ધરાવતા વોર્ડ નંબર 10માં પણ 23 સ્થળોએ પાણી ભરાશે જેવી વર્ષ 2019ના પ્લાનમાં કરાયેલી કબૂલાતને 2021ના પ્લાનમાં રીપીટ કરી છે. ચાર દરવાજા વિસ્તારનો સમાવેશ કરતાં વહીવટી વોર્ડ નંબર 1માં પાણીનો ભરાવો નહીં થાય તેવો ખોંખારીને કર્યો છે.

મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોય છે અને તેમાં ક્યાં ક્યાં ભરાય છે તેની યાદી તૈયાર કરવામાં આવતી હોય છે. આ બાબત કન્ટૂર મેપને લગતી છે અને વરસાદી પાણી ભરાયા બાદ વહેલી તકે નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

વોર્ડ નં. 7 માં સાૈથી વધુ પાણી ભરાતા 28 વિસ્તાર

વોર્ડવિસ્તાર
10
24
313
47
56
611
728
821
919
1019
1115

શહેરના વોર્ડ નં. 1માં પાણી ભરાતો હોય તેવો એક પણ વિસ્તાર નહીં, જ્યારે વોર્ડ 2 માં માત્ર 4 જ વિસ્તાર.

આ વિસ્તારમાંથી સૌથી વધુ સ્થળાંતર થાય છે

 • વાડી શાકમાર્કેટ
 • નવગ્રહ મંદિર રોડ
 • સિંધવાઇ માતા રોડ
 • પરશુરામ ભઠ્ઠો
 • અકોટા રામપુરા રોડ
 • કલાલી ફાટક રોડ
 • મુજમહુડા રોડ
 • પેન્શનપુરા
 • રામાકાકા ડેરી
 • કાસમહાલા રોડ
 • વડસર ગામ
 • તરસાલી
 • દંતેશ્વર
 • નવાયાર્ડ
 • મંગલેશ્વર રોડ
 • યમુનામિલ રોડ
 • મકરપુરા
 • જાંબુવા

પૂરના સમયે સૂરસાગરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનો વાલ્વ સિટી ઇજનેરની સૂચના મુજબ ઉઘાડ બંધ કરવાનો રહેશે. ઝુના પશુ પંખીઓને પૂરના સમયે કયાં ખસેડવા તેનો કાર્યક્રમ ઝુ કયુરેટરે તૈયાર કરવો.

48 સ્થળે 4 કલાકથી વધુ સમય પાણીનો ભરાવો થાય છે જ્યારે 99 સ્થળે પાણી ભરાય છે પણ 4 કલાકમાં નિકાલ થઇ જાય છે

 • તુલસીવાડી
 • હરણી રોડ સવાદ
 • પ્રતાપનગર
 • હનુમાન ટેકરી રોડ
 • વ્રજવિહાર સોસા.રોડ
 • દત્તનગર
 • ડભોઇ રોડ
 • સિંધવાઇ માતા રોડ
 • દંતેશ્વર સંતોષવાડી
 • માંજલપુર કબીર મંદિર
 • કલાલી ફાટક
 • લાલબાગ ગધ્ધાચારી
 • એસઆરપી કમ્પાઉન્ડ
 • નવાપુરા રબારી વાસ
 • જયરત્ન બિલ્ડીંગ રોડ
 • સયાજીગંજ જામવાડી
 • પરશુરામ ભઠ્ઠો
 • મુજમહુડા ગામ
 • અકોટા
 • ગોત્રી ગામ રોડ
 • હરિપુરા ગામ
 • પેન્શનપુરા
 • લાલપુરા
 • અલકાપુરી ગરનાળુ
 • કમાટીપુરા રોડ
 • નવાયાર્ડ ડી કેબિન
 • નિઝામપુરા
 • છાણી જકાતનાકા
 • નિઝામપુરા મહેસાણાનગર રોડ
 • સમા
 • સમા સાવલી રોડ
 • દાંડિયાબજાર
 • પુલબારી નાકા
 • બહુચરાજી રોડ
 • અમિતનગર સર્કલ
 • વુડા સર્કલ
 • કિશનવાડી
 • પ્રભાત સોસા. રોડ
 • નાની બાપોદ
 • મહાવીર ચાર રસ્તા
 • કોન્કર્ડ કોમ્પ્લેકસ રોડ
 • ગેંડા સર્કલ
 • ઝાંસીની રાણી રોડ
 • ગોરવા રેસકોર્સ
 • ગદાપુરા
 • તાંદલજા
 • વાસણા રોડ

અધિકારીઓને જવાબદારી અપાઈ

 • પ્રતાપપુરાથી આજવા સુધી પાણી પુરવઠાના ઇજનેર નિરિક્ષણ કરશે.
 • નાયબ કાર્યપાલક ઇજનેર દર અઠવાડિયે આડબંધનુ નિરીક્ષણ કરી લેખિતમા રિપોર્ટ કરશે.
 • આજવા, પ્રતાપપુરા, આસોજ ફીડરના દરવાજાની પ્રત્યક્ષ તપાસણી કરી સિટી એન્જિનીયરને જાણ કરાશે.
 • વારસિયાથી વાડી તળાવ સુધીના તળાવોના દરવાજાઓની કાર્યપાલ ઇજનેર ખાત્રી કરશે.
અન્ય સમાચારો પણ છે...