તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામની વાતો:વડુ તળાવમાંથી પ્રજાપતિ જ માટી લઈ શકે, સરકાર પણ નહીં; વર્ષે રૂ. 1 કરોડના માટીનાં વાસણો દેશ-વિદેશમાં એકસપોર્ટ કરાય છે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા જિલ્લાના વડુ ગામ માટે ગાયકવાડી શાસનમાં ઠરાવ કરાયો હતો
 • ગાયકવાડી શાસન સમયનો એ ઠરાવ હજી પંચાયતની કચેરીના રેકોર્ડમાં સચવાયેલો છે
 • અહીંની માટીમાંથી બનતા માટલાં, કઢાઈ સહિતનાં માટીનાં વાસણોની દેશ-વિદેશમાં માગ છે
 • હવે માટીના કુકર, કઢાઈ, પાણીની બોટલ જેવી વસ્તુની ડિમાન્ડ ખૂબ જ વધી છે

વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામના તળાવમાંથી માત્ર પ્રજાપતિ સમાજ જ માટી લઈ શકે છે. આ તળાવમાંથી સરકાર પણ માટી લઈ શકતી નથી. ગાયકવાડી શાસનમાં વડુ ગામના કુંભારવાડામાં રહેતા પ્રજાપતિ સમાજને માટીના માટલા અને બીજા વાસણો બનાવવા માટે તળાવની માટી વિનામૂલ્યે લઈ જવા ઠરાવ કરાયો હતો.જે હાલ પણ વડુ ગામની ગ્રામ પંચાયતના રેકોર્ડમાં છે. વર્ષે રૂા. 1 કરોડના માટીના વાસણો વડુમાંથી દેશ વિદેશમાં અેકસપોર્ટ કરાય છે.

વડુ ગામના કુંભારવાડામાં રહેતા અને માટીના વાસણોના એક્ષપોર્ટર ગોપાલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ગામમાં એક સમયે 60 જેટલા પ્રજાપતિ સમાજના પરિવારો માટલા ઘડતા હતાં. જોકે સમય જતા અમારા ધંધામાં કોઈ ભવિષ્ય ન હોવાથી યુવકો નોકરી-ધંધે લાગી ગયા છે. જોકે હાલ 30 જેટલા લોકો પારંપરિક વ્યવસાય સાથે જોડાયેલા છે.

બીજુ કે હવે માટીના વાસણો જેવા કે કુકર, કડાઈ, પાણીની બોટલ જેવી વસ્તુઓની ડિમાન્ડ ખુબ વધી છે અને સરકાર પણ હવે માટીના માટલા અને વાસણો પકાવવા માટે આધુનિક ભઠ્ઠી બનાવી આપે છે. જેથી ધંધો પણ વિકસ્યો છે. હાલ વડુ ગામના કુંભારવાડામાં રહેતા 15 પરિવારો મહિને 600થી વધારે માટલા સહિતના માટીના વાસણો બનાવે છે. અને વર્ષે દહાડે રૂ.1 કરોડ સુધીનું એક્ષપોર્ટ પણ કરે છે. માટીના માટલા, કડાઈ સહિતના વાસણો અમેરિકા સહિત દેશ-વિદેશમાં એક્ષપોર્ટ થાય છે.

ઓનલાઈન બિઝનેસ વિકસે તે જરૂરી
દિવસે દિવસે ઓનલાઈન માર્કેટના જમાનાનો વ્યાપ વધવા પામ્યો છે. ત્યારે અમારે પણ સમયની સાથે ચાલવુ જરૂરી બન્યું છે. નજીકના ભવિષ્યમાં અમે પણ માટીના વાસણોનો ઓનલાઈન બિઝનેશ થાય તે માટે પ્રયાસ કરીશું. -ગોપાલભાઈ પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો