તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યરત:40 વર્ષ બાદ વડોદરા એરપોર્ટ પર માત્ર એક શિડ્યૂલ ફ્લાઇટ કાર્યરત

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 ફ્લાઇટ કાર્યરત હતી, તેમાં 50 ટકા કાપનો નિયમ આવ્યો
  • મંગળવારે દિલ્હીની ફ્લાઇટમાં 116 મુસાફર આવ્યા,118 ગયા

કોરોનાને પગલે વડોદરા એરપોર્ટને 40 વર્ષ જૂના દિવસો જોવાનો વખત આવ્યો છે. વર્ષ 1979માં વડોદરા એરપોર્ટથી તત્કાલિન ઇન્ડિયન એરલાઇન્સની એકમાત્ર ફ્લાઇટ ઉડાન ભરતી હતી. 1981માં 2 ફ્લાઈટ હતી, 2020નું લોકડાઉન ખૂલ્યા બાદ પણ ગત જૂનમાં ખાનગી એરલાઈન્સ અને એર ઇન્ડિયાની 2 ફલાઇટ કાર્યરત હતી.

કેન્દ્રની સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ 1 જૂનથી 50% ફલાઈટ કાર્યરત કરવાની ગાઈડલાઈન જાહેર કરતાં એર ઇન્ડિયાએ વડોદરાથી મુંબઈની ફ્લાઈટ બંધ કરી છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટની કનેક્ટિવિટીને પગલે રાત્રે 7.30 વાગ્યાની એકમાત્ર દિલ્હીની ફ્લાઈટ દ્વારા ચલાવાશે. ખાનગી એરલાઈન્સે એક માસ અગાઉથી તમામ ફલાઇટ બંધ કરી છે. મંગળવારે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 116 મુસાફર આવ્યા હતા અને 118 મુસાફરો ગયા હતા.

એરપોર્ટનો સ્ટાફ 50નો હતો
એર ઇન્ડિયાના અધિકારી નરેન્દ્ર પવાર દ્વારા જણાવ્યા મુજબ 1979માં પોલીસના 10 જવાન, એરપોર્ટનો સ્ટાફ અને એર લાઇન્સના કર્મચારી મળી 50 જણ માંડ હતા. હાલ CISFના જ 170 કર્મી ફરજ બજાવે છે, એરપોર્ટ ઓથોરિટીનો 120નો સ્ટાફ અલગ છે.

ઇમરજન્સી માટે એરપોર્ટ સજ્જ
વડોદરા એરપોર્ટ નો લોસ વાર્ષિક ગણવામાં આવે છે પરંતુ ૬૫થી ૭૦ ટકા જેટલું નુકસાન થઈ રહ્યું છે શિડયુલ ફલાઇટ એક છે પરંતુ અન્ય ઓપરેશન ચાલુ હોવાથી તેમજ ઈમરજન્સી માટે પણ એરપોર્ટ નો સ્ટાફ સજ્જ છે. > ભગવંત સિંઘ, ઓએસડી, વડોદરા એરપોર્ટ

અન્ય સમાચારો પણ છે...