કહેવાતી કાર્યવાહી:મચ્છરના પોરા મ‌ળે તો માત્ર નોટિસ અપાય છે, પાલિકાને દંડ વસૂલવાની સત્તા જ નથી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાયલોઝને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી
  • અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ કરી રૂા.50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે છે

કોરોના બાદ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું છે. પાલિકાની ટીમે મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનોને શોધવા માટે પર ચેકિંગ શરૂ કર્યું છે. જોકે અમદાવાદમાં જે કન્સ્ટ્રક્શન સાઈટ પરથી મચ્છરોના પોરા મળે તેને નોટિસ આપવા સાથે દંડ ફટકારાય છે, જ્યારે વડોદરા શહેરમાં તંત્ર ને માત્ર નોટિસ આપીને જ સંતોષ માને છે. કારણ કે, બાયલોઝને મંજૂરી મળી ન હોવાના કારણં દંડ વસૂલી શકાતો નથી.

કોરોના બાદ મચ્છરજન્ય રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો જીવલેણ ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ના રોગ થી પીડિત દર્દીઓથી ઊભરાઈ રહી છે. ત્યારે રોગચાળો વધતો અટકાવવા માટે તંત્ર શહેરમાં મચ્છરની ઉત્પત્તિસ્થાનોને શોધી તેનો નાશ કરવા માટે વિવિધ ટીમો બનાવી છે. પરંતુ તંત્ર દ્વારા મચ્છરના પોરા મળતા સ્થળો સામે કડક હાથે પગલા ભરવાની જગ્યાએ માત્ર નોટિસ આપીને સંતોષ માનતું હોવાથી તંત્રની ઈચ્છા શક્તિ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.

બીજી તરફ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે આરોગ્ય વિભાગ નોટિસ ફટકારવાની સાથે રૂ. 1 હજાર થી રૂ. 50 હજારનો દંડ ફટકારે છે. જો સતત એક સાઈટ પર આજ પ્રકારની પરિસ્થિતિ હોઈ તો તે સાઈટને સિલ કરવાની પણ તજવીજ હાથ ધરે છે. જોકે વડોદરામાં પાલિકાની ટીમને શહેરમાં 501 કન્સ્ટ્રક્શન સાઈટ એવી મળી છે જ્યાં મચ્છરના ઈંડા મળ્યા હોય અને ટીમે માત્ર નોટિસ આપવાની જ કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદમાં જો આ દંડ ફટકારવાનો નિયમ હોઈ તો વડોદરામાં કેમ નહી તેવા અનેક સવાલો તંત્રની નીતિ સામે સવાલો ઉભા થયા છે.

જોકે પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલના જણાવ્યા પ્રમાણે નોટિસ સહિત દંડ અંગેના પબ્લિક હેલ્થ બાયલોઝને મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે મોકલ્યા છે. નિયમો ન હોવાના કારણે આપણે માત્ર નોટિસ જ આપી શકીએ. આ અંગે સોલિડ વેસ્ટ વિભાગના કશ્યપ ભાવસારે જણાવ્યું હતું કે આપણે પણ બાયલોઝ બનાવ્યા હતા.

આ બાયલોઝને એક વર્ષ પહેલાં પાલિકાની સામાન્ય સભામાં મંજૂરી મળી હતી અને ત્યારબાદ તેને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલ્યા છે. પરંતુ હજી મંજુરી મળી નથી. આપણે ત્રણ વખત રિમાઇન્ડર મોકલાવ્યું છે. આમ, ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે તંત્રએ કડક હાથે પગલાં ભરવાની જરૂર છે પરંતુ કેન્દ્ર સરકાર નિયમોને મંજૂરી નહી આપતું હોવાથી તંત્ર લાચાર છે.

ડેન્ગ્યૂના 31, ચિકનગુનિયાના 27 કેસ નોંધાતાં 3 સાઈટને નોટિસ
શહેરમાં મંગળવારે ડેન્ગ્યૂના વધુ 32 કેસ અને ચિકનગુનિયાના 27 નવા કેસ નોંધાયા હતા. જેના કારણે ડેન્ગ્યૂના કુલ કેસ 1188 અને ચિકનગુનિયાના 658 કેસ પર પહોંચ્યા છે. મંગળવારે વધુ 1 કમળાનો કેસ સામે આવતાં કુલ 8 કેસ નોંધાયા છે. શહેરમાં એક જ દિવસમાં 636 લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળી છે.

જ્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરતા ઝાડા-ઊલટીના 101 કેસ સપાટી પર આવ્યા છે. મંગળવારે 17 કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ બાદ 3 સાઈટ પર મચ્છરના પોરા મળતા તેઓને માત્ર નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 38 કેસ, ચિકનગુનિયાના 8 અને મેલેરિયાનો એક કેસ મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...