તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો પોલીસને પડકાર:વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિ.મી. દૂર 6 દુકાનોના તાળા તૂટ્યા, રોકડ રકમ સહિત સામાનની ચોરી કરી

વડોદરાએક મહિનો પહેલા
પોલીસે દુકાનો તેમજ આસપાસમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો
  • પોલીસે આસપાસની દુકાનોના CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો

વડોદરા શહેર પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ ગુરૂવારે મોડી રાત્રે રાવપુરા પોલીસ મથકથી માત્ર અડધો કિમી દૂર કોઠી ચાર રસ્તા પાસે 6 દુકાનોના તાળા તોડી રોકડ સહિતનો સામાન ચોરી થઇ હતી. સવારે દુકાનો ખોલવા માટે આવેલા વેપારીઓને ચોરીની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી જઇ તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ દુકાનો સ્થિત CCTVથી બચવા માટે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસે દુકાનો તેમજ આસપાસમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

દુકાનના શટરના તાળા તૂટેલા જોતા વેપારીઓ ચોંકી ઉઠ્યા
વડોદરા શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આવેલી કાપડ, ફર્નિચર, સ્પોર્ટ્સની દુકાનો સહિત 6 દુકાનોના શટરોના તાળાં તોડી તસ્કરો રોકડ ચોરી કરી ગયા હતા. સવારે રાબેતા મુજબ દુકાન ખોલવા માટે આવેલા વેપારીઓએ દુકાનના શટરના તાળા તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. એક પછી એક છ વેપારીઓએ પોતાની દુકાનોના તાળાં તૂટ્યા હોવાની વાત કરતા આસપાસના વેપારીઓ એકઠા થઇ ગયા હતા.

. તસ્કરોએ દુકાનોના CCTVથી બચવા માટે નુકસાન પહોંચાડ્યું હતું
. તસ્કરોએ દુકાનોના CCTVથી બચવા માટે નુકસાન પહોંચાડ્યું હતું

આસપાસના CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ
દરમિયાન આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ દુકાનની બહાર અને દુકાનની અંદર લગાવેલા CCTVથી બચવા માટે CCTVને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસે અન્ય દુકાનો અને આસપાસમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યું છે. દુકાનોમાં કેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને 6 દુકાનોમાંથી કેટલાં મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

વેપારીઓએ દુકાનના શટરના તાળા તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા
વેપારીઓએ દુકાનના શટરના તાળા તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા

તસ્કરોએ CCTVની દિશા બદલી નાખી
કપડાના શો-રૂમના કર્મચારી કેતનભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તસ્કરો અમારી દુકાનનું મુખ્ય શટરનું તાળું તોડી પ્રવેશ્યા હતા. તસ્કરોએ દુકાનમાં પ્રવેશતા પહેલા દુકાનની બહાર લગાવેલા CCTVની દિશા બદલી નાખી છે. તસ્કરો દુકાનના ડ્રોઅરમાંથી રૂપિયા 1500 રોકડ ચોરી કરી ગયા છે. આ અંગે રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. રાવપુરા પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

તસ્કરો 6 દુકાનોમાંથી કેટલા મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી
તસ્કરો 6 દુકાનોમાંથી કેટલા મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી
અન્ય સમાચારો પણ છે...