તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:13 દિવસમાં મ્યુઝિયમની મુલાકાતે માત્ર 600 લોકો આવ્યા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય દિવસોમાં 6000 મુલાકાતી આવે તેટલી રૂા. 60 હજાર આવક થઇ

7 મહિના બાદ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી 1લી નવેમ્બરે શરૂ થઇ હતી. પહેલા બે અઠવાડિયાં (13 દિવસ)માં મ્યુઝિયમમાં માત્ર 600 મુલાકાતી આવ્યા હતા, તેની સાથે મ્યુઝિયમને 60 હજારની આવક થઇ હતી. આ દિવસો દરમિયાન એક પણ વિદેશી મુલાકાતી આવ્યો ન હતો. મ્યુઝિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત કરવાની સાથે એક કલાક દરમિયાન મર્યાદિત માત્ર 50 લોકોને જ પ્રવેશ અપાય છે. એટલું જ નહીં મ્યુઝિયમ પરિસર અને અંદરના ભાગે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અેક મીટરના અંતરે વર્તુળ પણ તૈયાર કરવામાં આવ્યાં છે.

1લી નવેમ્બરને બાદ કરતાં 100થી વધુ મુલાકાતી આવ્યા ન હતા. રજાઓને બાદ કરતાં સરેરાશ 65-70 લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલે જણાવ્યું હતું કે, ‘બહાર ગામથી આવતા લોકો જ આ દિવસો દરમિયાન મ્યુઝિયમમાં વધુ આવ્યા હતા. હાલ ફ્રી અન્ટ્રી બંધ રખાઈ છે.’ બીજી તરફ લોકો મ્યુઝિયમમાં જવું છે એમ કહીને ગાર્ડનમાં અન્યત્ર ફરવા નીકળી જતાં હોવાથી મ્યુઝિયમ દ્વારા બે કર્મચારીઓને ગેટ પર મૂકાયા છે, જેથી જો ગાર્ડન ખુલ્લું રાખવાનો સમય ન હોય તો તેઓ મુલાકાત બાદ તેઓ મુલાકાતીઓને મેઇન ગેટ તરફ લઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, મ્યુઝિયમમાં ભારતીય મુલાકાતી માટે ટિકિટ દીઠ રૂ.10માંથી વધારો કરીને રૂ.100 અને વિદેશી મુલાકાતી માટે ટિકિટનો દર રૂ.200થી વધારીને રૂ.250 કરવામાં આવ્યો છે.

9 ગણો ફી વધારો કર્યો પણ નવું આકર્ષણ નહીં
બરોડા મ્યુઝિયમમાં કોરોના મહામારીના પગલે મુલાકાતીઅો અોછા આવતા હોવાથી તેની ફી રૂ.10થી વધારીને સીધી રૂ.100 કરી દેવામાં આવી છે. જોકે બીજી તરફ મ્યુઝિયમના ભંડારમાંથી નવી કલાકૃતિઅો કાઢીને ડિસ્પ્લેમાં મૂકવામાં આવી નથી. જો આ નવા આકર્ષણ પણ મૂકવામાં આવે તો પણ મ્યુઝિયમની મુલાકાતે સ્થાનિક લોકો આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો