તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમૂ ટ્રેન શરૂ:પ્રથમ દિવસે અમદાવાદ મેમૂમાં માત્ર 45 મુસાફરો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 800ની ક્ષમતા સામે માંડ 5% લોકોએ મુસાફરી કરી
  • રિઝર્વેશન અને ટિકિટનું ભાડું વધતાં લોકોએ મોં ફેરવ્યું

વડોદરા-અમદાવાદ વચ્ચે સોમવારના રોજથી મેમૂ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જોકે પહેલા દિવસે માંડ 45 જેટલા લોકોએ મુસાફરી કરી હતી. સોમવારથી શરૂ થયેલી વડોદરા-અમદાવાદ મેમૂ ટ્રેન માત્ર 5 ટકા મુસાફરો સાથે રવાના થઈ હતી. વડોદરા રેલવેના સત્તાધીશોના જણાવ્યા મુજબ ટ્રેનમાં હાલ 800 વેકેન્સી હોય છે, જેમાં માત્ર 5 ટકા મુસાફરો વડોદરાથી રવાના થયા હતા. સમગ્ર રૂટમાં માત્ર 45 મુસાફરોએ ટ્રેનનો લાભ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા કોરોનાકાળ દરમિયાન ટ્રેન રિઝર્વેશન અને ઓનલાઈન બુકિંગ જેવી સુવિધાઓને પગલે ટિકિટનું ભાડું વધારતાં અપડાઉન કરનારા માટે અતિ ઉપયોગી એવી આ ટ્રેન ખાલી જઈ રહી છે. સામાન્ય સંજોગોમાં વડોદરાથી અમદાવાદ માટે 8 વાગે સ્પેશિયલ ટ્રેન ‘સંકલ્પ’ ચલાવવામાં આવતી હતી. જેનો 1200 જેટલા મુસાફરો લાભ લેતા હતા. વડોદરાનાં સાંસદ દ્વારા પ્રયત્ન કરી આ ટ્રેન મૂકવામાં આવી હતી, પરંતુ હવે રિઝર્વેશન શરૂ કરાતાં અને પાસ બંધ કરવામાં આવતાં ટ્રેન ખાલી જઈ રહી છે. જોકે રેલવે સત્તાધીશોનું માનવું છે કે, ટ્રેનમાં ધીરે ધીરે મુસાફરોની સંખ્યા વધશે. કોઈ રૂટ બંધ કરવામાં નહિ આવે.

અન્ય સમાચારો પણ છે...