તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા ચૂંટણી:1981માં ભાજપના 30માંથી માત્ર 4 ઉમેદવાર જીત્યા હતા, પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ(હર્ષ)જોડે ગઠબંધન હતું

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલિકાની ચૂંટણી અતિતના આયનામાં

1980માં જેની સ્થાપના થઈ હતી તે ભારતીય જનતા પક્ષ વડોદરા મહાનગર પાલિકાની 1981ની ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ હર્ષ સાથે ગઠબંધન કરી ઝંપલાવ્યું હતું.જેમાં 30માંથી 4 ઉમેદવારો જીત્યા હતા.પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી દાવેદારી કરવા હાલમાં પડાપડી થઈ હતી અને 1500 થી વધુ દાવેદારો 76 બેઠક માટે મેદાનમાં આવ્યા હતા. જોકે ભાજપની સ્થાપના થઈ તેના બીજા દિવસે જ પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કરાયું હતું અને તે સમયે કોંગ્રેસ આઈ માંથી છુટા પડેલા દેવરાજ હરશે કોંગ્રેસ હર્ષ નામના પક્ષની સ્થાપના કરી હતી.

આ ટાણે પાલિકામાં 60 બેઠક હતી અને તેમાં ભાજપે 30 બેઠક માટે દાવેદારી કરી હતી.આ પહેલી ચૂંટણીમાં ભાજપને 4 બેઠક મળી હતી તો ગઠબંધન વાળી પાર્ટીને 2 બેઠક મળી હતી.4 બેઠકથી ભાજપનો પાયો નખાયો હતો. આ પહેલી ચૂંટણીમાં ભાજપમાંથી નલિન ભટ્ટ, ભુપેન્દ્ર લાખાવાલા, મહેન્દ્ર જાની, મધુભાઈ શાહ જીત્યા હતા. જેમાંથી નલિન ભટ્ટ કેબિનેટ મંત્રી બન્યા હતા તો ભુપેન્દ્ર લાખાવાલા ધારાસભ્ય બાદ રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. 40 વર્ષ અગાઉ યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં ભાજપે બેઠકો માં પાપા પગલી માંડી હતી અને ગઠબંધનવાળી કોંગ્રેસને લલિત પટેલ અને ફતેસિંહ રાણાની બે બેઠક મળી હતી.

આ અંગેના સંસ્મરણો વાગોળતા પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં વિશ્વામિત્રી નદીની એકબાજુ ચરખાના નિશાન પર તો નદીની પેલી બાજુ વોલ સિટી વિસ્તારમાં કમળના નિશાન પર ચૂંટણી લડવામાં આવી હતી. આ ચૂંટણી માં અજીત પટેલ, ભરત શાહ, ચંદ્રકાન્ત ઠક્કરના લગ્ન પણ થયા ન હતા અને તેઓ ભાજપના ઉમેદવાર હતા અને તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા.

અડવાણીએ કહ્યું, કમળ વગર સભા નહિ કરું
1981માં યોજાયેલી ચૂંટણી ચરખા અને કમળના નિશાન પર ચૂંટણી લડાઇ હતી. ભૂતડીઝાંપા મેદાનમાં એલ કે અડવાણીની સભા રખાઇ હતી અને ત્યાં સભાના સ્થળે કમળનું નિશાન ન જોતા તેમને કમળનું નિશાન નથી તો હું સભાને સંબોધીશ નહિ તેવી વાત કરતા આખરે ત્યાં કમળના નિશાન લગાવાયું હતું. ત્યારબાદ અડવાણીએ સભા સંબોધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો