તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:MSUની હોસ્ટેલમાં ફક્ત 300 વિદ્યાર્થીને એડમિશન,  એફવાયના વિદ્યાર્થીને હાલ પ્રવેશ નહીં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓનલાઇન ભણતા વિદ્યાર્થીની જગાએ બીજાને પ્રવેશ મળશે

એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલના 16 હોલમાં 300 વિદ્યાર્થીઓ જ એડમિશન લીધા છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરવા ઇચ્છતા હશે તેની જગ્યાએ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. કોરોના ડરના કારણે હજુ પણ શહેર બહાર રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ઓફલાઇન અભ્યાસ માટે આવી રહ્યા નથી. હોસ્ટેલના વિવિધ 16 હોલમાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા છે.

યુનિવર્સિટી- કોલેજ કક્ષાએ ગ્રેજયુએટ તથા પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાએ ઓફલાઇન એજયુકેશનની પરવાનગી આપી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાઇડ લાઇન પ્રમાણે એક રૂમમાં બે વિદ્યાર્થીઓ જ રહી શકે તેમ હોવાથી હોસ્ટેલ સત્તાધીશોએ ચાલુ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને હાલ પૂરતો પ્રવેશ અપાયો નથી.યુનિવર્સિટી હોસ્ટેલમાં 128 જેટલા છોકરાઓએ બોયઝ હોસ્ટેલમાં પ્રવેશ લીધો છે. જયારેે 153 છોકરીઓએ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...