લગ્ન પૂર્વે જાતીય સંબંધની વાત આવે ત્યારે તેનાથી પ્રભાવિત સૌથી સંવેદનશીલ જૂથ યુવાનો અને કિશોરોનું છે. કયાં પરિબળ લગ્ન પૂર્વે સંબંધો બાંધવા પ્રભાવિત કરે છે તે જાણવા સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીએ રિસર્ચ કર્યું હતું. જેમાં માત્ર 27 ટકા યુવાએ લગ્ન પૂર્વે જાતીય સંબંધ અયોગ્ય ગણાવ્યા હતા, જ્યારે બાકીનાએ તેનો કોઈ છોછ ન હોવાનું જણાવ્યું હતું. પોર્ન ફિલ્મો-સાહિત્ય જાતીય સંબંધ માટે ઉશ્કેરતા હોવાની સાથે યુવાનોએ કબૂલ્યું હતું કે, વર્તમાનમાં લગ્ન પૂર્વે સંબંધ બાંધવાનું સામાન્ય બની ગયું છે.
મ.સ.યુનિ.ની સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થી રાહુલ મોરાસિયાએ અધ્યાપિકા હિરલ પરમારના માર્ગદર્શનમાં લગ્ન પહેલાં જાતીય સંબંધ પ્રત્યે યુવાનોની ધારણા અંગે સંશોધન હાથ ધર્યું હતું. વિદ્યાર્થીએ ફેકલ્ટીના 18થી 30 વર્ષનાં યુવક-યુવતીને સવાલો પૂછ્યા હતા. વિદ્યાર્થીએ જણાવ્યું કે, મોટાભાગના યુવાનોએ લગ્ન પૂર્વે સંબંધ બાંધવા ભાવી જીવનસાથી સાથે પ્રેમ હોવો જરૂરી ગણાવ્યો હતો.
લગ્ન પહેલાં જાતીય સંબંધ વિશે યુવાઓ શું માને છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.