તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની ચૂંટણી:ભાજપનાં માત્ર 27 ફોર્મ જ ભરાયાં, નવા નિશાળિયા માટે વકીલોની ફોજ ખડકાઇ, માઇક્રો પ્લાનર ભાજપનું વિજય મુહૂર્ત સાચવવામાં મિસ મેનેજમેન્ટ

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
નવા ઉમેદવારોને ફોર્મનું માર્ગદર્શન આપવા ભાજપ કાર્યાલય ખાતે વકીલોની ફોજ ખડકી દેવાઇ હતી. - Divya Bhaskar
નવા ઉમેદવારોને ફોર્મનું માર્ગદર્શન આપવા ભાજપ કાર્યાલય ખાતે વકીલોની ફોજ ખડકી દેવાઇ હતી.
 • આજે બાકી રહેલા 49 ઉમેદવારોનાં ફોર્મ સાગમટે ભરવાં પડે તેવી સ્થિતિ

પાલિકાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા તમામ 76 ઉમેદવારોને શુક્રવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની પ્રદેશ પ્રમુખે સૂચના આપી હોવા છતાં શહેર ભાજપના મેનેજમેન્ટના કારણે માત્ર 27 લોકો જ ફોર્મ ભરી શક્યા હતા અને બાકીના લોકોને હવે શનિવારે એટલે કે છેલ્લા દિવસે ફોર્મ ભરવાનો વારો આવ્યો છે.

પાલિકાના 19 વૉર્ડની 76 બેઠક માટે 21મીના રોજ ચૂંટણી યોજાનાર છે અને તેના માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. જોકે યાદી જાહેર કરાયા બાદ ઉમેદવારોને શુક્રવારે બપોરે 12-39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે, તેવી ખુદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરી હતી.

જોકે શુક્રવારે 27 પૈકીના અડધાથી વધુ ઉમેદવારો વિજય મુહૂર્ત પણ સાચવી શક્યા ન હતા અને ચૂંટણી અધિકારીની કચેરીમાં મોડા પડ્યા હતા. શુક્રવારે જે લોકોએ ફોર્મ ભર્યાં હતાં તેમાં ભાજપના ઉમેદવારોમાં મનોજ પટેલ, રાજેશ પ્રજાપતિ, રશ્મી આચાર્ય, મીનાબા ચૌહાણ, કલ્પેશ પટેલ, નીતિન ડોંગા, લીલાબેન મકવાણા, અવની સ્ટેમ્પવાલા, ઉમંગ બ્રહ્મભટ્ટ, પૂર્ણિમા ગોસ્વામી, સતીશ પટેલ, મણિલાલ વાછાણી, રશ્મી વાઘેલા, વર્ષા વ્યાસ, ભાણજી પટેલ, મહાવીરસિંહ રાજપુરોહિત, છાયા ખરાદી, રૂપલ મહેતા, પરાક્રમસિંહ જાડેજા, ડો. રાજેશ શાહ, રણછોડ રાઠવા, આશિષ જોશી, પારૂલ પટેલ અને પૂનમબેન શાહનો સમાવેશ થાય છે.

જેમાં 13 જેટલા આગેવાનો સિનિયર છે અને તેમને ફોર્મ કેવી રીતે ભરવું તેનો અનુભવ પણ છે. જ્યારે નવા આવેલા ઉમેદવારોને ફોર્મ ભરવામાં અટવાયા હતા. જેના કારણે શુક્રવારે ભાજપ કાર્યાલય પર 45 વકીલોએ ભાજપના લીગલ સેલના માધ્યમથી આખો દિવસ ફોર્મ-દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

ફોર્મ ભરવાનાં 5 સેન્ટર પર આવો રહ્યો માહોલ

ઉમેદવારીપત્રો તો વ્યવસ્થિત લાવવા હતા
જિલ્લા પંચાયત ખાતે વોર્ડ નંબર 15ની ભાજપની પેનલના ઉમેદવારો ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની સાથે ફોર્મ ભરવા આવ્યા હતાં. ઉમેદવારો ફોર્મની સાથે દસ્તાવેજો પણ સ્ટેપલર મારીને નહોતા લાવ્યાં, જેથી ભેગા કરતા સમય લાગતો હતો. જેથી ચૂંટણી અધિકારીએ ઉમેદવારોને ટકોર કરી હતી કે, ફોર્મ તો વ્યવસ્થિત લાવવા હતા. ઉમેદવારે 5 વર્ષ બાદ ફોર્મ ભરવાના હોવાથી ભુલી જવાય છે તેવો જવાબ આપ્યો હતો.

ઉમેદવાર સાથે માત્ર 2 ટેકેદારને જ એન્ટ્રી
સામાન્ય રીતે ઉમેદવારની પેનલ અને તેમના ટેકેદારો એક સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરતા હોય છે, પરંતુ કોરોના મહામારીને પગલે કચેરીમાં જવાની સંખ્યા નિયત કરી દેવાઇ છે. ચૂંટણી અધિકારી સમક્ષ 1 ઉમેદવાર અને તેના 2 ટેકેદાર એમ 3 જણને જવાની મંજૂરી હોવાથી વધુ સમય લાગ્યો હતો. વોર્ડ 4-5માં માત્ર 10 ઉમેદવારો ફોર્મ ભરી શક્યા હતા.

સમય પૂરો થઇ જતાં ફોર્મ ન ભરી શક્યા
વોર્ડ 7માં 22 વર્ષીય ભૂમિકા રાણા તથા શ્વેતા ચૌહાણના સોગંદનામામાં ભૂલો હોવાથી દોડધામ મચી હતી. સતત 2 કલાક સુધી ડોક્યૂમેન્ટમાં સુધારો કરી શકાયો નહતો. જેના કારણે મહિલા ઉમેદવારોનાં ફોર્મ ભરી શકાયાં નહતાં. માત્ર પુરુષ ઉમેદવાર બંદીશ શાહ અને મનોજ પટેલનાં ફોર્મ ભરાયાં હતાં. બંને ઉમેદવારો 3 કલાક સુધી બેસી રહ્યા હતા, છતાં સમય પૂરો થઇ જતાં મહિલા ઉમેદવારોનાં ફોર્મ રહી ગયાં હતાં.

શ્રીરંગ સિવાયના ફોર્મ તૈયાર ન થઇ શક્યા
વોર્ડ 9માં શ્રીરંગ આયરે સિવાય એક પણ ઉમેદવારોનાં ડોક્યૂમેન્ટ તૈયાર થયાં ન હોવાથી ફોર્મ ભરી શકાયા નહતા. નવા નિશાળિયા સમાન ઉમેદવારો પાસે અનુભવનો અભાવ હોવાથી ડોક્યુમેન્ટમાં ગરબડો થઇ હતી. ઉમીશા વસાવા, સુરેખાબેન પટેલ તથા નરસિંહ ચૌહાણના ડોક્યુમેન્ટ તૈયાર ન હોવાથી પેનલ ફોર્મ ભરવા આવી શકી નહતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો