તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નનો માહોલ:વસંત પંચમીએે આ વર્ષે અડધોઅડધ લગ્નો ઘટ્યાં શહેરમાં માત્ર 250 અને 50 ડેસ્ટિનેશન વેડિંગ થશે

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વણજોયા મુહૂર્તમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદેપુર અને ગોવા હોટ ફેવરિટ

16 ફેબ્રુઆરીએ વસંત પંચમીના વણજોયા મુહૂર્તમાં 250 જેટલાં લગ્નો યોજાશે. જોકે શહેરમાં લગ્નો માટે સરકારી ગાઈડ લાઈનને કારણે ડેસ્ટિનેશન વેડિંગ હોટ ફેવરિટ થયાં છે. જેમાં વસંત પંચમીના દિવસે ઉદેપુર અને ગોવાના મોટાભાગના રિસોર્ટમાં ગુજરાતી લગ્નોનું આયોજન કરાયું છે. ઉપરાંત વડોદરા જિલ્લાના રિસોર્ટ વસંત પંચમીના દિવસે લગ્નોના આયોજનો માટે બુક થયેલા છે. એક અંદાજ મુજબ 50 જેટલાં લગ્ન ઉદેપુર, ગોવા અને જિલ્લાના રિસોર્ટમાં બુક થયેલા છે.

ફરાસખાના એસો.ના પ્રમુખ અનિલ પટેલે જણાવ્યું કે, વસંત પંચમીએ શહેરમાં 500 લગ્નો યોજાતાં હોય છે, પણ કોરોનાને કારણે ચાલુ વર્ષે 50 ટકા ઓછાં એટલે કે 200 થી 250 લગ્ન યોજાશે. જે લગ્નો યોજાવાનાં છે તે મોટાભાગે શહેરની 175 નાની વાડી, હોલ તેમજ ગણ્યા-ગાંઠ્યા પાર્ટી પ્લોટમાં યોજાશે. કેટલાંક લગ્નો ઘર પાસે યોજાવાના છે. જોકે શહેરમાં લગ્નો માટે વિવિધ ગાઈડ લાઈન હોવાથી પરિવારો ઉદેપુર, ગોવા કે પછી વડોદરા જિલ્લાના કોઈ રિસોર્ટ બુક કરાવી 200 મહેમાનોને ડેસ્ટિનેશન વેડિંગ ખાતે લઈ જઈ રહ્યા છે.

રિસોર્ટમાં મહેમાનો 2 કે 3 દિવસ રોકાઈને પરિવાર સાથે લગ્નનો પૂરેપૂરો લ્હાવો લઈ રહ્યા છે. જેથી મહેમાનો માટે તો આ લગ્નોમાં જવું એક મિનિ વેકેશન જેવું થઈ ગયું છે. બીજી તરફ વડોદરા જિલ્લાના રિસોર્ટ કે જ્યાં રાત્રીના કર્ફ્યૂનો પ્રશ્ન નથી ઉદભવતો, પરિવાર રિસોર્ટમાં જ વાજતે-ગાજતે વરઘોડો કાઢીને મોડી રાત સુધી લગ્નનો આનંદ માની શકે છે. આમ ચાલુ વર્ષે ડેસ્ટિનેશન વેડિંગ હોટ ફેવરિટ બન્યાં છે.

લગ્નોમાં ડીજે અને બેન્ડવાજા પર હજુ પણ પ્રતિબંધ યથાવત્
લગ્નોના વરઘોડામાં ડીજે અને બેન્ડમાં વગાડાતાં ગીતો પર જાનૈયા ખૂબ નાચતા હોય છે. જોકે કોરોનાને પગલે લગ્નમાં ડીજે અને બેન્ડ પર હજુ પ્રતિબંધ હોવાથી વરઘોડો ફિક્કો પડી ગયો છે. કોરોનાના સમયમાં લગ્નોમાં કેટલાક ફેરફાર આવ્યા છે. જેમાં કંકોત્રીમાં જ સૂચના અપાય છે કે, માસ્ક પહેરીને આવવું. ઘર દીઠ આમંત્રિત મહેમાનોની સંખ્યા ઘટી છે. જ્યારે લગ્ન સ્થળની બહાર મહેમાનોના હાથ સેનેટાઈઝ કરવા વ્યવસ્થા ગોઠવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો