• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Only 2 New Cases Of Corona Reported After 14 Days, Single Figure Cases From June 30, 7 Patients Discharged After Recovery, 28 Active Cases

કોરોના કંટ્રોલ:14 દિવસ બાદ કોરોનાના માત્ર 2 નવા કેસ નોંધાયા, 30 જૂનથી સિંગલ ફિગરમાં કેસ, 7 દર્દી સાજા થતાં રજા અપાઇ, 28 એક્ટિવ કેસ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વડોદરા શહેરમાં 14 દિવસ બાદ ફરી એકવાર કોરોનાના માત્ર 2 કેસ નોંધાયા હતા. શહેરના વારસિયા અને છાણીમાં કોરોનાનો એક-એક કેસ આવ્યો હતો. એસએસજીમાં બે અને ગોત્રીમાં 2 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે સીસવા ગામે એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરની ખાનગી હોસ્પિટલમાં 6 અને હોમ આઇસોલેશનમાં 18 દર્દીની સારવાર ચાલી રહી છે. હાલમાં 28 એક્ટિવ દર્દીઓ પૈકી 4ને ઓક્સિજન પર અને 2ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. શહેરમાં માત્ર 7 દર્દીને છેલ્લા 24 કલાક દરમિયાન રજા આપવામાં આવી છે.

જ્યારે 47 લોકો કોરોનાને લીધે ક્વોરન્ટાઇન છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 30મી જૂનથી કોરોનાના નવા કેસ 10થી ઓછા નોંધાઇ રહ્યા છે. કેસ ઓછા નોંધાઇ રહ્યાં છે, ત્યારે શહેરીજનો માસ્ક સહિતની ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે. જેથી કોરોનાને કાબૂમાં લઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...