કોરોના રસીકરણ:માત્ર 1900ને વેક્સિન મૂકાઇ આજેય કોવિશિલ્ડ નહીં મળે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર દ્વારા જથ્થો ન મોકલાતાં રસીકરણ પર અસર

કેન્દ્ર સરકાર દ્વારા રસીનો જથ્થો ન અપાતાં શનિવારે માત્ર 1903 લોકોને રસી અપાઈ હતી. રવિવારે પણ જથ્થો નહીં આવે તેવી જાણ કરાતાં કોવિશીલ્ડ વગર રવિવારે રસીકરણ થશે, જેથી ગણ્યાગાંઠ્યા લોકોને રસી મૂકાય તેવું જણાય છે.

શહેરમાં શનિવારે યોજાયેલા રસીકરણમાં સૌથી વધારે 18 વર્ષથી ઉપરના 1053 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે શહેરમાં કુલ 54.60% લોકો બે ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા 10 દિવસથી રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં અપાતો નથી, જેને પગલે રસીકરણની સંખ્યા ઘટી રહી છે તેમજ પ્રથમ ડોઝ લેનાર 85 ટકાથી વધીને 100 ટકા થવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોવેક્સિનનો જથ્થો હોવા છતાં પણ લોકો તે લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...