તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનોની અસર:લોકડાઉન બાદ તેજસની પ્રથમ સફરમાં ફક્ત 170 મુસાફરો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 %ની મંજૂરી સામે 35% મુસાફરો જ આવ્યા
  • વડોદરા સ્ટેશન પર ટ્રેન 5 મિનિટ વહેલી આવી

રેલવે દ્વારા ખાનગી ટ્રેનને પણ પૂર્વવત કરવાની મંજૂરી અઆતાં 17 તારીખે સવારે અમદાવાદથી મુંબઈ માટે તેજસ ટ્રેનની પહેલી સફર શરૂ થઈ હતી. જોકે સમગ્ર રૂટ દરમિયાન માત્ર 170 મુસાફરોએ સફર કરી હતી. આઇઆરસીટીસી દ્વારા કોરોના દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે તે માટે ટ્રેનની 700 ઉપરાંતની ક્ષમતા છતાં માત્ર 50 ટકા પેસેન્જર સાથે ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો તો.આઇઆરસીટીસીના પીઆરઓ પિનાકીન મોરસવાળાએ જણાવ્યું હતું કે, લોકોમાં કોરોનાનો ડર દૂર થઈ રહ્યો છે. ટ્રેનમાં તમામ મુસાફરોને નાસ્તો અને લંચ અપાયા હતા. જોકે મુસાફરોની સંખ્યા ટ્રેનમાં ઓછી હતી. એક્ઝિક્યુટિવ ક્લાસમાં માત્ર 14 લોકોએ મુસાફરી કરી હતી.આગામી સમયમાં મુસાફરોની સંખ્યા વધશે. વડોદરા સ્ટેશન પર ટ્રેન 5 મિનિટ વહેલાં આવી હતી, જ્યારે સમયસર ઉપડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો