તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન કેમ્પ યોજાતાં વિવાદ:BJP મહિલા મોરચાના કેમ્પમાં માત્ર 11 બોટલ, ગૌરક્ષા સમિતિના કેમ્પમાં 81 બોટલ લોહી મળ્યું

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આયોજિત કાર્યક્રમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ઉદઘાટન કરાયું હતું. - Divya Bhaskar
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આયોજિત કાર્યક્રમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ઉદઘાટન કરાયું હતું.
  • ભાજપ પ્રેરિત 2 સંસ્થા દ્વારા એક જ દિવસે રક્તદાન કેમ્પ યોજાતાં વિવાદ
  • પશ્ચિમ વિસ્તારમાં 200થી વધુ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો

ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ભાજપ પ્રેરિત સંસ્થાઓ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ મહિલાઓએ હિસ્સો લીધો હતો.ભાજપ પ્રેરિત મહિલા મોરચા અને ગૌરક્ષા સમિતિ સંસ્થા દ્વારા એક જ દિવસે રક્તદાન શિબિર યોજાતા વિવાદ થયો હતો.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સામાજિક સેવાના કાર્યો શરૂ કરાયા છે.જેને બિરદાવવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરા ખાતે આવ્યા હતા.વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિધાનસભા પ્રમાણે અલગ-અલગ વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે.

જેના ભાગરૂપે રવિવારે રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં સવારથી સાંજ સુધીમાં માત્ર 11 લોહીના બોટલ પ્રાપ્ત થઈ હતી. એ જ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદેદારોની સૂચનાથી ભાજપના કોર્પોરેટર સચિન પાટડીયા અને ગૌરક્ષા સમિતિના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.

જેમાં 50 લોહીના બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ આપ્યો હતો અને તેની સામે 81 લોહીના બોટલ એકત્ર થયા હતા. આ સંસ્થા દ્વારા દર રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરી 300 થી 350 લોહીના બોટલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે નોંધનીય છે.આ સિવાય, વાસણા રોડ ખાતેના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં 200 થી વધુ લોકો જોડાયા હતા અને તેમાં પણ એક મહિલા પાદરાથી વડોદરા રકતદાન માટે આવી હતી.

કોરોના ઘટતાં જ મેળાવડા શરૂ, સહકારી મંડળીના કાર્યક્રમનું પાટીલે ઉદઘાટન કર્યું કોરોનાના કેસ ઘટતાંની સાથે જ ફરીથી મેળાવડા શરૂ થઈ ગયા છે. રવિવારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા શિવાજી મહારાજના 347મા રાજ્યભિષેક દિન નિમિત્તે કાર્યક્રમ યોજ્યો હતો, જેનું પાટીલે ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પાટીલ હોવાથી તે નિકળ્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યાં હતાં. આ ઉપરાંત રવિવારે આયોજીત રક્તદાન શિબિર તેમજ કીટ વિતરણમાં તેમણે હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસમાં મીટીંગમાં હાજરી આપી સાંસદ રંજનબેન ભટ્ટના ઘરે જઈ તેમના માતાના અવસાન બદલ સાંત્વના પાઠવી હતી. પાટીલે શ્રી કલ્યાણરાયજી હવેલી ખાતે જણાવ્યું કે, વડાપ્રધાને લોકડાઉનનું પગલું ભરતા પહેલી લહેરમાંથી લોકો બહાર આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...