વડોદરા / સોશિયલ ડિસ્ટન્સિંગ માટે APMCમાં એક સાથે 100 વાહનોને જ પ્રવેશ અપાશે, માસ્ક પહેરીને આવેલા વેપારીઓને જ શાકભાજી વેચવાની રહેશે

Only 100 vehicles will be admitted to APMC simultaneously for social distancing in vadodara
X
Only 100 vehicles will be admitted to APMC simultaneously for social distancing in vadodara

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 02:43 PM IST

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા જતાં વ્યાપને કારણે સાવચેતીના ભાગરૂપે ભીડ ના સર્જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે સયાજીપુરા એપીએમસી દ્વારા એક સાથે 100 વાહનોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત વેપારીઓએ માસ્ક પહેરેલા વ્યક્તિને જ શાકભાજી વેચવાની રહેશે અને 3 વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં.
કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે નિયમોમાં ફેરફાર કરાયો
કોરોના વાઈરસનો ચેપ ફેલાય નહીં અને ભીડભાડ વિના લોકોને લોકો સુધી શાકભાજીનો જથ્થો પહોંચી શકે તે માટે સોશ્યલ ડિસ્ટન્ટને ધ્યાને રાખી સયાજીપુરા એપીએમસી દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં તમામ ખેડૂતોએ તેમની શાકભાજી સવારે 3 વાગ્યા પહેલાં માર્કેટયાર્ડમાં લાવીને ખાલી કરવાની રહેશે. 3 વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. માલ ખરીદવાવાળા વાહનોને 4 વાગ્યાથી વાહનોના 100-100નાં લોટમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક વેપારીઓએ આવેલ શાકભાજીનું વેચાણ સવારે 4 કલાકથી કરવાનું રહેશે. આ સાથે ખેડૂતો જે વાહનોમાં આવ્યા હોય તે જ વાહનોમાં પરત ફરવાનું રહેશે. આ ઉપરાંત ફરજીયાતપણે વેપારીઓએ માસ્ક પહેરેલા વ્યક્તિને જ શાકભાજી વેચવાની રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી