કોરોના વડોદરા LIVE:વિતેલા 24 કલાકમાં માત્ર 1 નવો કેસ નોધાયો, એક્ટિવ કેસનો આંક ઘટીને 28 થયો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંક્રમણ ઘટી જતા તબીબોએ હાશકારો અનુભવ્યો છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણ ઘટી જતા તબીબોએ હાશકારો અનુભવ્યો છે(ફાઈલ તસવીર)
  • હાલમાં વડોદરામાં 04 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 1 કેસ નોંધાયો હતો. જ્યારે 6 દિવસમાં 24 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,068 પર પહોંચી ગઇ છે. વધુ 10 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,283 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 25 ઉપર પહોંચ્યા છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 04 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં દિવાળીપુરામાં નવો પોઝિટિવ કેસ નોંધાયો છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં 1 કેસ નોંધાયો છે.