કોરોના વડોદરા LIVE:ત્રીજી લહેરમાં શહેરમાં પહેલીવાર કોરોનાનો એકપણ કેસ નહીં, 36 દિવસમાં એક પણ મૃત્યું નહીં, એક્ટિવ કેસની સંખ્યા 9 થઇ

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં વડોદરા શહેરમાં 4 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં ત્રીજી લહેરમાં પહેલીવાર એકપણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,950 પર પહોંચી ગઇ છે. આજે એક પણ દર્દીને ડિસ્ચાર્જ અપાયો નથી. અત્યાર સુધીમાં કુલ 1,33,184 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 9 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં એકપણ વ્યક્તિ ક્વોરન્ટીન નથી. વડોદરા શહેરમાં આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...