• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Only 1 Case Of Corona Has Been Reported Daily For The Last 3 Days, Today The Target Is To Vaccinate 35 Thousand People, 133 Centers Will Be Vaccinated From 9 Am To 9 Pm

કોરોના વડોદરા LIVE:છેલ્લા 3 દિવસથી કોરોનાનો રોજ 1 કેસ જ નોંધાય છે, આજે 35 હજાર લોકોને રસી મૂકવાનો લક્ષ્યાંક, 133 સેન્ટર પર સવારે 9થી રાત્રે 9 સુધી રસી અપાશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં હવે એક્ટિવ કેસ માત્ર 11 જ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,082 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,448 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં શનિવારે સતત ત્રીજા દિવસે માત્ર એક જ કોરોનાનો નવો દર્દી આવ્યો હતો. આ દર્દી માંજલપુર વિસ્તારમાં નોંધાયો છે.

એક્ટિવ કેસ માત્ર 11 જ રહ્યા છે
છેલ્લા 10 દિવસ દરમિયાન શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. ગત 30મી સપ્ટેમ્બરે એક્ટિવ દર્દીઓની સંખ્યા 26 હતી જે શનિવારે માત્ર 11 જ રહી હતી. જે પૈકી એક જ દર્દીની સારવાર ઓક્સિજન પર ચાલી રહી છે. જ્યારે સારવાર હેઠળના 3ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. શહેરમાં 36 લોકો કોરોનાના દર્દીઓના સક્રિય સંપર્કમાં આવવાના લીધે કવોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે. જ્યારે મ્યુકોરમાઇકોસિસનો નવો એક પણ દર્દી નોંધાયો ન હતો, પણ એકનું સારવાર દરમિયાન એસએસજીમાં મોત નિપજ્યું હતું. શનિવારે 12 સર્જરીઓ એસએસજી-ગોત્રી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

35 હજાર લોકોને રસી મૂકવાનો લક્ષ્યાંક
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે વેક્સિનેશન માટે મેગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી રસીના બન્ને ડોઝ માટે 133 સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 35 હજાર લોકો રસી મુકાશે તેવો અંદાજ સેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 100% રસીકરણ માટેનું ટાર્ગેટ આપવામાં આવતા કોર્પોરેશન ફરી એક વખત હરકતમાં આવ્યું છે જોકે બીજી તરફ શનિવારે શહેરમાં માત્ર 6610 લોકોએ રસી મુકાવી હતી. જે પૈકી બીજો ડોઝ લેનારની સંખ્યા 4795 નોંધાઇ હતી.

કુલ રસીકરણ 22,54,124 આજનો રસીકરણ 6610 પ્રથમ ડોઝ 13,58,830 86.44% બીજો ડોઝ 8,95,300 56.95%

ડેન્ગ્યૂના 55 અને ચિકનગુનિયાના 27 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસો યથાવત જ રહ્યાં છે. શહેરમાં શનિવારે ડેન્ગ્યૂના 55 અને ચિકનગુનિયાના 27 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાનો અને વાઇરલ તાવનો પણ એક એક કેસ નોંધાયો હતો. આ કેસો પૈકી અડધોઅડધ કેસ એસએસજી હોસ્પિટલમાં નોંધાયા હતા. શહેરમાં ડાયેરિયાના 28 અને તાવના 270 દર્દીઓ નોંધાયા હતા. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે ટેસ્ટિંગ થયા તેમાં દર બે ટેસ્ટિંગે એક ચિકનગુનિયાના કેસો પોઝિટિવ આવ્યાં હતા. ડેન્ગ્યૂના 57 ટેસ્ટિંગમાંથી 27 કેસ પોઝિટિવ આવ્યાં હતા. સયાજી હોસ્પિટલમાં મેડિકલ ઓપીડીમાં 299 અને ઇમર્જન્સી ઓપીડીમાં 277 દર્દીઓએ આવીને સારવાર શરૂ કરાવી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શનિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
માંજલપુર.

અન્ય સમાચારો પણ છે...