તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઇરલ:ઓનલાઇન શોપિંગ શક્ય છે, શિક્ષણ કોઇ સંજોગોમાં નહીં

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓપી રોડના શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
 • આટલી બધી રેલીઓ કાઢો છો ત્યારે કોરોના નથી ફેલાતો

ઓનલાઇન શોપિંગ શક્ય છે, પરંતુ ઓનલાઇન શિક્ષણ શક્ય નથી. નરેન્દ્રભાઈ આટલી બધી રેલીઓ કાઢો છો ત્યારે કોરોના નથી ફેલાતો તેવો બળાપો ઠાલવતા ઓપી રોડના શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

શિક્ષક દ્વારા ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવાના મુદ્દે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરી છે. શિક્ષકે વીડિયોમાં જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રૂપાણી હું તમારા પુત્ર સમાન છું. નરેન્દ્ર મોદી તમે મુખ્યમંત્રી હતા અને વડોદરા મેરેથોન વખતે આવ્યા ત્યારે સૌથી આગળ ઊભો રહી વેવ કર્યું હતું. અત્યારે સમસ્યા શેર કરી રહ્યો છું કે, ફેબ્રુઆરી 2021માં સ્કૂલ-કોલેજો અને કોચિંગ ક્લાસ ખોલાયા. ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ, શિવરાત્રીની રેલી નીકળી પછી અચાનક કેસ વધી ગયા અને કહેવામાં આવ્યું કે ક્લાસ બંધ કરી દો, એજ્યુકેશન બંધ કરી દો. હું કહેવા માગીશ કે ઓનલાઇન બિઝનેસ થઈ શકે, પરંતુ ટીચિંગ ન થઈ શકે. આંખો પર ચશ્માં આવી ગયાં છે. મને ચશ્મા ન હતાં, મને નહીં બાળકોને પણ ચશ્માં આવી ગયાં છે. બાળકો 3 કલાક સ્કૂલમાં બેસે છે, 2 કલાક ક્લાસમાં બેસે છે અને પછી અમારા વીડિયો જુએ છે. 10 કલાક સ્ક્રીન પાછળ સમય આપી રહ્યા છે, બાળકોની આંખો કમજોર થઈ ગઈ છે. હું પૂછવા માગું છું કે, કોરોના ખાલી એજ્યુકેશન સેક્ટરમાં જ ફેલાઈ રહ્યો છે. આટલી બધી રેલી કરી ગયા છો, મોલ બંધ કર્યા બરાબર છે, એજ્યુકેશન કેવી રીતે બંધ કરી શકાય. કોઈ રસ્તો જ નથી, આવી રીતે ચાલશે. જેને કોવિડ છે તે ઘરે બેસીને ટ્રીટમેન્ટ કરે, પણ અભ્યાસ બંધ કરવાનો શું મતલબ છે. એપ્રિલ 15ની ડેડલાઇન આપી છે, મહેરબાની કરીને 16મીથી બધું ખોલી નાખજો. આટલી બધી રેલીઓ તમે કરો છો, માસ્ક વગર તમને કશું થઈ જશે તો આપણા દેશનું શું થશે.

રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે નરેન્દ્રભાઈ છે ને જોઈ લેશે એવું વિચારીને નિશ્ચિંત થઈને સૂઈ જઈએ છીએ. એક વર્ષ કો-ઓપરેટ કર્યા, હવે બેંકમાં પૈસા નથી. પગાર કેવી રીતે આપવાનો. રૂપાણીભાઈ સીએમ છે. ગઈ કાલે તેમણે સંદેશો આપ્યો છે, પરંતુ તમે લોકો જ માસ્ક નથી પહેરતા, તમને કંઈ થઈ જશે તો. લોકડાઉન સોલ્યુશન નથી, આઇસોલેશન સોલ્યુશન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો